આમચી મુંબઈ
ભૂતપૂર્વ ક્રિકેટર કેદાર જાધવ ભાજપમાં જોડાયા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આગામી પાલિકાની ચૂંટણીઓ પહેલાં ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર કેદાર જાધવ મંગળવારે રાજ્ય એકમના વડા અને મહેસૂલ પ્રધાન ચંદ્રશેખર બાવનકુળે અને ભૂતપૂર્વ પ્રધાન અને રાજ્યના કાર્યકારી પ્રમુખ રવીન્દ્ર ચવાણની હાજરીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં જોડાયા હતા.
રાજ્યમાં મહાયુતિ સરકારનું નેતૃત્વ કરતી ભાજપમાં જોડાઈને જાધવ પોતાની નવી ઇનિંગ શરૂ કરવા માટે તૈયાર છે.
‘હું છત્રપતિ શિવાજીને સલામ કરું છું. પીએમ નરેન્દ્ર મોદી અને સીએમ દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં, ભાજપ વિકાસની રાજનીતિ કરી રહી છે,’ એમ જાધવે ઔપચારિક રીતે ભાજપમાં જોડાયા બાદ કહ્યું હતું.
જાધવે 2024 માં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.
ઓગણત્રીસ વર્ષના જાધવે ફેબ્રુઆરી 2020માં ન્યુઝીલેન્ડ સામે છેલ્લી મેચ રમી હતી.