આમચી મુંબઈમહારાષ્ટ્ર

આઈએસઆઈને માહિતી પૂરી પાડવાના કેસમાં બ્રહ્મોસ ઍરોસ્પેસના ભૂતપૂર્વ એન્જિનિયરને જનમટીપ

નાગપુર: પાકિસ્તાની ઈન્ટેલિજન્સ એજન્સી આઈએસઆઈ માટે જાસૂસી કરવા બદલ ઑફિશિયલ સિક્રેટ્સ ઍક્ટ હેઠળ બ્રહ્મોસ ઍરોસ્પેસ પ્રાઈવેટ લિમિટેડના ભૂતપૂર્વ એન્જિનિયર નિશાંત અગ્રવાલને સોમવારે નાગપુર જિલ્લા કોર્ટે જનમટીપની સજા ફટકારી હતી.

આ ઉપરાંત, અગ્રવાલને 14 વર્ષની સખત કેદ અને ત્રણ હજાર રૂપિયાના દંડની સજા પણ સંભળાવવામાં આવી હતી.
એડિશનલ સેશન્સ જજ એમ. વી. દેશપાંડેએ આદેશમાં જણાવ્યું હતું કે અગ્રવાલને ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 235, આઈટી ઍક્ટની કલમ 66(એફ) અને ઑફિશિયલ સિક્રેટ્સ ઍક્ટ (ઓએસએ)ની વિવિધ કલમો હેઠળ કસૂરવાર ઠેરવ્યો હતો.
સરકારી વકીલ જ્યોતિ વજાણીએ જણાવ્યું હતું કે કોર્ટે ઑફિશિયલ સિક્રેટ્સ ઍક્ટ હેઠળ અગ્રવાલને જનમટીપ અને 14 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી.

આ પણ વાંચો: અમદાવાદમાંથી ઝડપાયેલા ISISના ચાર આતંકીઓના હેન્ડલરની શ્રીલંકાથી ધરપકડ

નાગપુરમાં કંપનીના મિસાઈલ સેન્ટરના ટેક્નિકલ રિસર્ચ સેક્શનમાં કામ કરતા અગ્રવાલની 2018માં મિલિટરી ઈન્ટેલિજન્સ અને ઉત્તર પ્રદેશ તથા મહારાષ્ટ્રની એન્ટી ટેરરિઝમ સ્ક્વોડે (એટીએસ) જૉઈન્ટ ઑપરેશન હાથ ધરી ધરપકડ કરી હતી. તેની સામે ભારતીય દંડ સંહિતા અને ઓએએની વિવિધ જોગવાઈઓ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

અગ્રવાલ બ્રહ્મોસ એકમમાં ચાર વર્ષથી કામ કરતો હતો. પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈને સંવેદનશીલ ટેક્નિકલ માહિતી લીક કરવાનો તેના પર આરોપ હતો.

બ્રહ્મોસ ઍરોસ્પેસ ડિફેન્સ રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ ઑર્ગેનાઈઝેશન (ડીઆરડીઓ) અને રશિયાના મિલિટરી ઈન્ડસ્ટ્રિયલ કોન્સોર્શિયમ વચ્ચેનું સંયુક્ત સાહસ છે. અગ્રવાલને ગયા વર્ષની એપ્રિલમાં બૉમ્બે હાઈ કોર્ટની નાગપુર બૅન્ચે જામીન આપ્યા હતા. (પીટીઆઈ)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?