મોરપીંછ વેચનારા પાસેથી લાંચ માગનારા વન વિભાગના અધિકારી પકડાયા...
આમચી મુંબઈ

મોરપીંછ વેચનારા પાસેથી લાંચ માગનારા વન વિભાગના અધિકારી પકડાયા…

મુંબઈ: મોરપીંછ વેચનારાઓ વિરુદ્ધ ગુનો ન નોંધી જપ્ત મોરપીંછ પાછાં આપવા માટે 50 હજાર રૂપિયાની કથિત લાંચ માગનારા વન વિભાગના બે અધિકારીની એન્ટિ-કરપ્શન બ્યૂરો (એસીબી)એ ધરપકડ કરી હતી.

એસીબીના થાણે યુનિટના અધિકારીઓએ ગુરુવારે કાર્યવાહી કરી નીલેશ સીતારામ શ્રાવણે (47) અને મચ્છિન્દ્ર પ્રકાશ સોનટક્કે (25)ને તાબામાં લીધા હતા. ફરિયાદી પાસેથી પચીસ હજાર રૂપિયાની લાંચ સ્વીકારવા બદલ એસીબીએ આ કાર્યવાહી કરી હતી.

ફરિયાદીનો ભાઈ, ભાણેજ અને ઓળખીતા લોકો મોરનાં પીછાં વેચતાં ઝડપાયા હતા. તેમની વિરુદ્ધ ગુનો દાખલ ન કરવા અને જપ્ત મોરપીંછ પાછાં આપવા માટે શ્રાવણેએ 50 હજાર રૂપિયાની લાંચ માગી હતી, એવું ફરિયાદમાં જણાવાયું હતું.
આ પ્રકરણે ફરિયાદીએ એસીબીનો સંપર્ક સાધતાં ફરિયાદની સત્યતા તપાસવામાં આવી હતી.

તડજોડ બાદ શ્રાવણેએ ફરિયાદીને પચીસ હજાર રૂપિયા ચૂકવવાનું કહ્યું હતું. આ બાબતની ખાતરી થતાં એસીબીએ ગુરુવારે છટકું ગોઠવ્યું હતું. શ્રાવણેએ લાંચની રકમ સોનટક્કેને આપવાનું ફરિયાદીને કહ્યું હતું. સોનટક્કેએ રૂપિયા સ્વીકારતાં જ એસીબીએ તેને તાબામાં લીધો હતો. આ પ્રકરણે એસીબી વધુ તપાસ કરી રહી છે.

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button