આમચી મુંબઈ
નવી મુંબઈમાં ડમ્પરે અડફેટમાં લેતાં ફૂટબોલ કોચનું મૃત્યુ
થાણે: નવી મુંબઈમાં પુરપાટ વેગે આવેલા ડમ્પરે સ્કૂટરને અડફેટે લેતાં 69 વર્ષના ફૂટબોલ કોચનું મૃત્યુ થયું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર વાશી વિસ્તારમાં શનિવારે સવારે 10.30 વાગ્યા આ અકસ્માત થયો હતો, જેમાં મૃત્યુ પામેલા ફૂટબોલ કોચની ઓળખ સ્ટેનલી નાયર તરીકે થઇ હતી, જે રાજ્ય સ્તરનો ભૂતપૂર્વ ફૂટબોલ પ્લેયર હતો અને શનિવારે સ્કૂટર પર ખરીદી કરવા નીકળ્યો હતો.
દરમિયાન વાશી વિસ્તારમાં ડમ્પરે નાયરના સ્કૂટરને અડફેટમાં લેતાં તેને ગંભીર ઇજા પહોંચી હતી. નાયરને હોસ્પિટલમાં લઇ જવાતાં તેને મૃત જાહેર કરાયો હતો.
નાયરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. નાયરની પુત્રીએ આ પ્રકરણે નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે ડમ્પરચાલક ગોકર્ની સહાની વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)
Taboola Feed