સરકાર આવતા જ એક્શન મોડમાંઃ પહેલી બેઠકમાં આ નિર્ણય
મુંબઈઃ દેવેન્દ્ર ફડણવીસ સરકારે આવતાની સાથે જ કામ કરવાનું શરૂ કર્યુ છે. ત્રીજીવાર મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા બાદ દેવેન્દ્ર ફડણવીસ ને બન્ને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને અજિત પવારે બેઠક યોજી હતી. જેમાં 7 ડિસેમ્બરે વિધાનસભાનું સત્ર બોલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
વિધાનસભા ચૂંટણીના પરિણામોના 12 દિવસ બાદ આખરે રાજ્યમાં નવી સરકાર બની છે. ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે રાજ્યના મુખ્યમંત્રી તરીકે ત્રીજી વખત શપથ લીધા છે. એક તરફ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના શપથ લીધા પછી, મંત્રાલયમાં ચહેલ પહેલ જવા મળી હતી.
આપણ વાંચો: બહેનો માટે, શહેરી વિકાસ માટે, ખેડૂતો માટે, દેવેન્દ્ર ફડણવીસ ફરી પાછા આવ્યા: અમૃતા ફડણવીસ
કેબિનેટની પ્રથમ બેઠક ત્રણેય નેતાઓની હાજરીમાં મળી હતી, જેમાં 7મી ડિસેમ્બરે વિધાનસભાનુ ખાસ સત્ર બોલાવવામાં આવશે, તેવો નિર્ણય લેવાયો છે.
7 ડિસેમ્બરે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. આ અંગે વિધાનસભા સચિવાલયે કર્મચારીઓને મહત્વની સૂચનાઓ આપી છે. તમામ કર્મચારીઓને આવતીકાલે તૈયારી માટે હાજર રહેવા વિધાનસભા સચિવાલય દ્વારા સૂચના આપવામાં આવી છે.
આ વિશેષ સત્રમાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોની શપથવિધિનો કાર્યક્રમ યોજાશે. આ ઘટના લગભગ બે દિવસ ચાલે તેવી શક્યતા છે. આ વિશેષ સત્રના બે સપ્તાહ બાદ શિયાળુ સત્ર નાગપુરમાં યોજાશે.