મુંબઈમાં ચાલતી લોકલ ટ્રેનમાં લટકીને પ્રવાસ કરતા પાંચ પ્રવાસીઓના મોત | મુંબઈ સમાચાર

મુંબઈમાં ચાલતી લોકલ ટ્રેનમાં લટકીને પ્રવાસ કરતા પાંચ પ્રવાસીઓના મોત

મુંબઈઃ મુંબઈની લોકલ ટ્રેનમાં બહાર લટકીને પ્રવાસ કરતા દસેક પ્રવાસી ટ્રેક પર પડી ગયા અને તેમાંથી પાંચના મોત થયાના સમાચાર મળ્યા છે. મુંબ્રાથી સીએસટી તરફ આવતી લોકલમાં પ્રવાસીઓની ભારે ભીડ હતી અને ઘણા પ્રવાસી બહાર લટકી પ્રવાસ કરી રહ્યા હતા. આ દરમિયાન ધક્કામુક્કી થતાં લટકતા પ્રવાસી ચાલુ ટ્રેનમાંથી ટ્રેક પર પડી ગયા હતા અને તેમાંથી 5ના મોત થયાની પ્રાથમિક માહિતી મળી છે.

પ્રવાસીઓથી ખચોખચ ભરેલી મુંબઈ લોકલમાં રોજ લાખો લોકો જીવના જોખમે પ્રવાસ કરે છે. ટ્રેનના દરવાજા પર લટકતા પ્રવાસીઓના જીવના જોખમના કેટલાય સંકેતો મળતા રહે છે, પરંતુ નછૂટકે લોકો રોજ મોતમના કૂવામાં અવરજવર કરે છે ત્યારે આજની ઘટના ફરી તેની સાક્ષી પૂરી રહી છે.

વધુ માહિતી માટે જોતા રહો મુંબઈ સમાચાર ડિજિટલ

Back to top button