આમચી મુંબઈમહારાષ્ટ્ર
નવી મુંબઈથી ગુમ થયેલી બે પરિવારની પાંચ છોકરી દિલ્હીમાં સંબંધી સાથે મળી

થાણે: નવી મુંબઈથી કેટલાક દિવસ અગાઉ ગુમ થયેલી બે પરિવારની પાંચ છોકરી સોમવારે દિલ્હી ખાતે મળી આવી હતી, એમ પોલીસે જણાવ્યું હતું.
14 અને 16 વર્ષની બે બહેન અને 5, 7 તથા 14 વર્ષની ત્રણ બહેન તળોજાના લકી કોમ્પ્લેક્સથી શનિવારે સવારે એક સાથે ગુમ થઇ હતી. જેને પગલે પોલીસે અપહરણનો ગુનો દાખલ કર્યો હતો. પોલીસે પાંચેય છોકરીની શોધ ચલાવી હતી અને તેઓ દિલ્હીમાં ટ્રેસ થઇ હતી.
તેઓ ત્યાં સંબંધીઓ સાથે સુરક્ષિત છે. નવી મુંબઈની પોલીસ ટીમ તેમને પરત લાવવા અન તેમનું પરિવાર સાથે મિલન કરાવવા દિલ્હી રવાના કરવામાં આવી છે.
તળોજા પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર અવિનાશ કલદાતેએ જણાવ્યું હતું કે પાંચેય છોકરી દિલ્હી કેવી રીતે પહોંચી ગઇ તે જાણી શકાયું નથી. તેઓ જ્યારે પાછી ફરશે ત્યારે આ વાત સ્પષ્ટ થશે. (પીટીઆઇ)