આમચી મુંબઈમહારાષ્ટ્ર

શક્તિપીઠ એક્સ્પ્રેસ-વેને નવું શક્તિબળ, આ અડચણ થઇ દૂર…

મુંબઈ: કોલ્હાપુર, સાંગલી, નાંદેડ જિલ્લાના ખેડૂતોએ કરેલા વિરોધને પગલે પ્રસ્તાવિત શક્તિપીઠ એક્સ્પ્રેસ-વે માટે જમીન હસ્તગત કરવાની પ્રક્રિયા રદ કરવાનો નિર્ણય સરકારે લીધો હતો. જોકે હવે એમએસઆરડીસી(મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન) દ્વારા પ્રોજેક્ટના અસરગ્રસ્ત ખેડૂતોને પાંચગણું વળતર આપવાની તૈયારી બતાવવામાં આવી હોવાથી પ્રોજેક્ટ ફરી પાછો પાટે ચઢે તેવી શક્યતા દેખાઇ રહી છે.

એમએસઆરડીસીએ આ વિશે પત્ર પણ ભૂતપૂર્વ સાંસદ રાજૂ શેટ્ટીને મોકલાવ્યો છે જેમાં નવા સરકાર પ્રોજેક્ટના અસરગ્રસ્ત ખેડૂતોને તેમની જમીનના બદલામાં મૂળ કિંમતના પાંચગણું વળતર આપવાની વાત જણાવવામાં આવી હતી.

આપણ વાંચો: શક્તિપીઠ એક્સ્પ્રેસ-વેના માર્ગમાં કરાશે ફેરબદલ, જાણો કારણ?

ઉલ્લેખનીય છે કે શક્તિપીઠ એક્સ્પ્રેસ-વે માટે ખેડૂતોની મોટા પ્રમાણમાં બાગાયતી ખેતીની જમીન હસ્તગત કરવામાં આવવાની હોઇ પશ્ર્ચિમ મહારાષ્ટ્રમાં આ પ્રોજેક્ટનો ખૂબ વિરોધ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ શરૂ ન થાય એ માટે આંદોલન પણ કરવામાં આવ્યા હતા. આ આંદોલનના કારણે મહાયુતિને લોકસભાની ચૂંટણીમાં અસર થઇ હોવાનું પણ કહેવામાં આવે છે.

802 કિલોમીટરના આ એક્સ્પ્રેસ-વે માટે 27,000 એકર જમીનની જરૂર છે. જોકે પાંચગણાં વળતરની વાત ફક્ત ખેડૂતો તેમની જમીન આપે એ માટે કરવામાં આવી રહી હોવાની વાતો પણ ચાલી રહી છે.

આ પ્રોજેક્ટ માટે જમીન હસ્તગત કરવા માટે સરકારેે અંદાજે 8,724.54 કરોડ રૂપિયાની ચૂકવણી કરવી પડશે. ઉલ્લેખનીય છે કે શક્તિપીઠ એક્સ્પ્રેસ-વે મહારાષ્ટ્રના 12 જિલ્લાના 39 તાલુકા અને 372 ગામોમાંથી પસાર થશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button