તિરુપતિ બાલાજીના શાહી મુગટમાં ‘લાલબાગચા રાજા’નો દરબાર: જુઓ પ્રથમ ઝલક!

મુંબઈઃ તમે મુંબઈમાં ગણેશોત્સવની દર્શન યાત્રાએ નીકળ્યા હો, અને ‘લાલબાગચા’ રાજાના દર્શન ન કરો તો તમારી યાત્રા અધૂરી ગણાય. મુંબઈગરા જ નહીં, પરંતુ સમગ્ર દેશના ગણેશભક્તોના લાડલા એવા લાલબાગચા રાજાની મૂર્તિ એક સમાન હોય છે. તેમની એ મૂર્તિ પ્રત્યે ભક્તોમાં અપાર શ્રદ્રા છે પણ સાથે તેમના મંડપની સજાવટ પણ લોકોમાં ખૂબ આકર્ષણ ઊભું કરે છે.
દર વર્ષે લોકો એ જાણવા આતુર હોય છે કે આ વખતે કેવી હશે લાલબાગચા રાજાની સજાવટ? તેથી ગણેશોત્સવ પહેલા લાલબાગચા રાજાનું પરંપરાગત ફોટો સેશન યોજાય છે. આ વખતે પણ સેંકડોની ભીડ વચ્ચે ફોટો સેશન કરવામાં આવ્યું હતું. પ્રથમ દર્શન સાથે સોશિયલ મીડિયા પર પણ બાપ્પાનું નામ છવાયું છે.
આપણ વાંચો: લાલબાગચા રાજા અને જીએસબીના ગણપતિને મળ્યું આટલું દાન
ગણેશોત્સવ દરમિયાન, લાલબાગચા રાજાના દર્શન માટે ભક્તો કલાકો સુધી લાઈન લગાવીને ઊભા રહે છે. તેમના દર્શન માટે 24 કલાક ભારે ભીડ રહે છે, તેથી આજે મંડળ દ્વારા મીડિયા પ્રતિનિધિઓ માટે ફોટા પાડવા માટે એક ખાસ ફોટો શૂટનું આયોજન કરવામાં આવ્યું છે…
આ વર્ષે, તિરુપતિ બાલાજીના શાહી મુગટમાં લાલબાગચા રાજાનો દરબાર સ્થાપિત કરવામાં આવ્યો છે…આ હેતુ માટે એક ખાસ સુવર્ણ ગજાનન મહેલ બનાવવામાં આવ્યો છે.

આપણ વાંચો: મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પહોંચ્યા લાલબાગચા રાજાના ચરણે
લાલબાગચા રાજાની પ્રતિમા સોનાના આભૂષણોથી શણગારેલી છે…લાલબાગચા રાજાના સુવર્ણ પગથી લઈને તેમના સુવર્ણ મુગટ સુધીની શાહી ભવ્યતા આપણને જોવા મળે છે. આ વર્ષે પહેલી વાર, લાલબાગચા રાજાના દરબારની ઊંચાઈ 50 ફૂટ સુધી વધારવામાં આવી છે. લાલબાગના રાજાના ફોટો સેશનની આ પહેલી ઝલક લેસર લાઇટ્સ દ્વારા વધુ મોહક બનાવવામાં આવી છે.
અહીં એ જણાવવાનું કે દર વર્ષે ગણેશોત્સવ વખતે મુંબઈ, થાણે, પાલઘર સહિત મહારાષ્ટ્ર અને સમગ્ર ભારતમાંથી લોકો દર્શન માટે લાલબાગ આવે છે. લાલબાગચા સિવાય નવશાચા ગણપતિ પણ કહેવાય છે, જ્યાં રોજના (ગણેશોત્સવ) 1.5 મિલિયન લોકો મુલાકાત લે છે, જ્યારે દર્શન માટે અલગ અલગ લાઈનમાં કલાકો સુધી લોકો ઊભા રહીને પણ બાપ્પાના દર્શન અચૂક કરે છે.