આમચી મુંબઈ
મુરબાડમાં ડોક્ટરની કાર પર ફાયરિંગ: ચાર જણની ધરપકડ
થાણે: થાણે જિલ્લાના મુરબાડમાં ડોક્ટરની કાર પર ફાયરિંગ કરવા પ્રકરણે ચાર જણની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
સરલગાંવમાં હોસ્પિટલ ધરાવતા ડો. રવિશંકર પાલની કાર પર 1 જુલાઇએ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, એમ મુરબાડ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.
બે ડોક્ટર વચ્ચે વ્યવસાયિક દુશ્મનાવટને લઇ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું પોલીસને તપાસમાં જાણવા મળ્યું હતું. આ ગુનામાં ડો. રામચંદ્ર ભોઇરની સંડોવણી સામે આવી હતી, જે ફરાર છે અને પોલીસ તેને શોધી રહી છે.
પોલીસે આ પ્રકરણે ગુનો દાખલ કર્યા બાદ ચાર આરોપીની શનિવારે ધરપકડ કરી હતી, જેમની ઓળખ સુરેશ ઓખોરે, ભૂષણ પવાર, ગુરવ તુંગાર અને જ્ઞાનેશ્ર્વર સાબળે તરીકે થઇ હતી, જ્યારે વિજય વાઘ આ કેસમાં વોન્ટેડ છે. (પીટીઆઇ)
Taboola Feed