આમચી મુંબઈ

સીપી ટેન્કમાં બંધ બંગલામાં આગ: કોઈ જાનહાનિ નહીં

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દક્ષિણ મુંબઈમાં સીપી ટેન્ક પાસે એક બંધ બંગલામાં રવિવારે સાંજે ભીષણ આગ ફાટી નીકળી હતી. સાંજે ૫.૧૫ વાગે આગ ફાટી નીકળતા ફાયરબ્રિગેડની ચાર ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સદ્નસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ નહોતી.

ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ સીપી ટેન્ક પાસે અરદેશી દાદી સ્ટ્રીટ, વી.પી. માર્ગ પાસે ગ્રાઉન્ડ પ્લસ એક માળના બંધ મકાનમાં સાંજે ૫.૧૫ વાગે આગ ફાટી નીકળી હતી. ઘટના સ્થળે ફાયરબ્રિગેડે પહોંચીને લગભગ એક કલાકની જહેમત બાદ આગ પર નિયંત્રણ મેળવ્યું હતું. સદ્નસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ નહોતી. જોકે આગમાં મકાનનો મોટોભાગનો હિસ્સો બળીને ખાખ થઈ ગયો હતો. આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું.

આ પણ વાંચો : મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વધુ ગતિ આવી

હજી ચાર દિવસ પહેલા જ ડોંગરીમાં ૨૪ માળની બહુમાળીય બિલ્િંડગ અન્સારી હાઈટ્સમાં આગ લાગી હતી, જેમાં ચાર લોકો જખમી થયા હતા અને ૪૦થી વધુ રહેવાસીઓને બચાવી લેવામાં આવ્યા હતા. આગ બુઝાવવા માટે ફાયરબ્રિઘેડને ઘટના સ્થળે પહોંચવામાં ત્યાં રહેલી સાંકડી ગલીઓમાં ફાયરસેફટીના નિયમોનું ઉલ્લંન કરીને ગેરકાયદે બાંધકામ પર આગામી બે મહિનામાં કાર્યવાહી કરવાનું પાલિકાએ નિર્ણય લીધો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button