થાણેમાં ટુ વ્હીલર અને ટ્રકમાં આગ: કોઈ જાનહાનિ નહીં…

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: થાણે જિલ્લામાં આગના બે જુદા જુદા બે બનાવમાં બે ટૂ-વ્હીલર સહિત ટ્રક બળીને ખાખ થઈ ગયા હતા. સદ્નસીબે બંને દુર્ઘટનામાં કોઈ જખમી થયું નહોતું.
થાણે ડિઝાસ્ટર કંટ્રોલના જણાવ્યા મુજબ થાણે જિલ્લાના શાહપુર તાલુકામાં શિરોર ટનલ પાસે સમુદ્ધી એકસપ્રેસ હાઈવે પર આગની દુર્ઘટના બની હતી, જેમાં નાગપુર તરફ જતા રોડ પર શનિવારે વહેલી સવારના ચાર વાગે ટ્રકમાં આગ ફાટી નીકળી હતી. ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને માત્ર ૪૫ મિનિટમાં આગ પર નિયંત્રણ મેળવ્યુંં હતું. આગમાં ટ્રેક સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો હતો.
આગનો બીજો બનાવ થાણેના મુંબ્રા રેલવે સ્ટેશન નજીક દત્તવાડીમાં હવા નગરી બિલ્ડિંગ સામે બન્યો હતો. શનિવારે સવારના ૧૦.૨૫ વાગે મુંબ્રા રેલવે સ્ટેશનને લાગીને આવેલા રોડ પર પાર્ક કરેલા બે ટૂ-વ્હીલરમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ઘટના સ્થળે એક ફાયરબ્રિગેડની ગાડી સહિત એક રેસ્ક્યુ વેહિકલે પહોંચીને અડધો કલાકમાં આગ પર નિયંત્રણ મેળવ્યું હતું.