જળગાંવની કેમિકલ ફેક્ટરીમાં આગઃ એકનું મોત અને અનેક દાઝ્યાં
મુંબઈ: મહારાષ્ટ્રના જળગાંવ શહેરમાં આવેલી એક કેમિકલ ફેક્ટરીમાં ભયાનક આગ લાગવાની ઘટના હતી તેમ જ આગને લીધે ફેક્ટરીના અંદર એક વ્યક્તિનું મૃત્યુ થયાની સાથે 22 લોકોનું ગંભીર જખમી થયા હોવાની માહિતી સામે આવી છે. ફેક્ટરીમાં લાગેલી આગ પર કાબૂ મેળવવા માટે અગ્નિશમન દળની ટીમ ઘટનાસ્થળે પહોંચીને ફેક્ટરીની અંદર ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા.
કેમિકલ ફેક્ટરીમાં આગ લાગવાને લીધે વિસ્તારમાં હંગામો મચ્યો હતો અને ફેક્ટરીની અંદર ફસાયેલા લોકો બહાર આવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. આ દરમિયાન ફેક્ટરીમાં આગને લીધે મોટો વિસ્ફોટ થતાં અંદર રહેલા લોકો એકદમ ગભરાઈ ગયા હતા.
આ પણ વાંચો: હવાઇના જંગલોમાં લાગેલી આગ અંગે મઉ ફાયર વિભાગ જાહેર કરશે એક્શન રિપોર્ટ
ખાનગી કેમિકલની ફેક્ટરીમાં અચાનકથી આગ લગતા 20થી 22 લોકો આગથી દાઝ્યા છે, જેમાંથી નવ લોકોને ગંભીર રીતે ઘવાયા છે. કેમિકલની ફેક્ટરીમાં શોર્ટ-સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું.
આ આગ ઓલાવવાનો પ્રયત્ન હજુ ચાલી રહ્યો છે અને આગમાં કેટલા વધુ કેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે અને કેટલા લોકોનું મૃત્યુ થયું છે તેમ જ આ આગ પાછળનું મુખ્ય કારણ આગ પર કાબૂ મેળવ્યા બાદ જ જાણવા મળશે, એવું એક અધિકારીએ જણાવ્યું હતું.