Mumbai News : મુંબઇના કમાઠીપુરા વિસ્તારમાં લાગી ભીષણ આગ, કોઇ જાનહાનિ નહીં મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

મુંબઇના કમાઠીપુરા વિસ્તારમાં લાગી ભીષણ આગ, કોઇ જાનહાનિ નહીં

મુંબઇઃ મુંબઇના કમાઠીપુરા વિસ્તારમાં સોમવારે મોડી રાત્રે ત્રણ માળની ઈમારતના ત્રીજા માળે આગ લાગી લાગવાની ઘટના જાણવા મળી છે. મળતી માહિતી અનુસાર આગ લાગ્યા બાદ સિલિન્ડર પણ ફાટ્યો હતો.

Maharashtra College fire Kamathipura | Photo: ANI

આગ લાગવાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડ ઘટના સ્થળ પર પહોંચી ગઇ હતી અને આગ ઓલવવાનું શરૂ કર્યું હતું. પોલીસ અને એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. લગભગ દોઢ કલાકની ભારે જહેમત બાદ આગ કાબુમાં લેવામાં આવી હતી. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

આગ લાગતા જ બિલ્ડિંગના લોકો જાન બચાવવા દોડતા જોવા મળ્યા હતા. જોકે, આગને કારણે કોઇ જાનહાનિ થઇ હોવાનું જાણવા મળ્યું નથી. આગમાં ઇજા પામેલા ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને પ્રાથમિક સારવાર બાદ રજા આપવામાં આવી હતી.

ALSO READ: https://bombaysamachar.com/mumbai/three-fires-broke-out-in-a-single-day-in-maharashtra/

આગ કેવી રીતે લાગી તેનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. આ બાબતે વધુ તપાસ ચાલી રહી છે. મુંબઈમાં આગની ઘટનાઓ વધી રહી છે. ગયા અઠવાડિયે પણ તુર્ભે બસ ડેપોમાં ભીષણ આગ લાગી હતી. આ દરમિયાન અનેક બસો બળીને રાખ થઈ ગઈ હતી અને ફાયર બ્રિગેડના જવાનોએ કલાકોની મહેનત બાદ આગને કાબુમાં લીધી હતી. આગ લાગવાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી અને મામલો હજુ તપાસ હેઠળ છે.

Back to top button