આમચી મુંબઈમહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં ત્રણ જગ્યાએ આગ લાગવાની ઘટના, પણ

મુંબઈ: મધ્ય પ્રદેશમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ પછી ભીષણ આગ લાગવાની દુર્ઘટનમાં મોટી જાનહાનિના સમાચાર છે ત્યારે આજે મહારાષ્ટ્રમાં અલગ અલગ જગ્યાએ ત્રણ આગના બનાવ બન્યા હતા, જેમાંથી એક મુંબઈમાં એક બનાવ બન્યો હતો. અલગ અલગ ત્રણ શહેરમાં આગ લગાવાના બનાવ બન્યા હતા, પરંતુ તેમાં મોટી કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી.

પનવેલ અને ખાલાપુર દરમિયાન ચોક રોડ ખાતે ક્રૂડ ઓઇલ ભરેલી માલગાડી (Goods Train)માં આગ લાગવાની ઘટના મંગળવારે બપોરે બની હતી. આ ઘટનાને પગલે ફાયર બ્રિગેડ તેમ જ રેલવે પ્રશાસન દોડતું થઇ ગયું હતું અને તાત્કાલિક ધોરણે આગને કાબૂમાં લેવાના પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યા હતા.

આગની તીવ્રતા એટલી ભયાનક હતી કે આખા વિસ્તારમાં ભય ફેલાઇ ગયો હતો. જોકે, ફાયર બ્રિગેડે સમયસર પહોંચીને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનાના કારણે મુંબઈ-પુણે વચ્ચેના ટ્રેનવ્યવહારને અસર થઈ હતી.

દરમિયાન બીજી બાજુ મુંબઈના કામાઠીપુરા વિસ્તારની બહુમાળી ઇમારતમાં પણ આગ લાગવાની ઘટના બની હતી. ગ્રાન્ટ રોડના કામાઠીપુરાની ગલી નંબર 3માં આવેલી બિલ્ડિંગમાં આગ લાગી હતી. ઘટનાની ખબર મળતા જ ફાયર બ્રિગેડ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયત્નો શરૂ કર્યા હતા. આ ઘટનામાં કોઇપણ જાનહાનિ થવાની કે કોઇ જખમી થયાની માહિતી મળી નહોતી.

આ ઉપરાંત પુણેમાં પણ આગ લાગવાની ઘટના સામે આવી છે. પુણેના મોહમ્મદી વિસ્તારાં દિલ્હી પબ્લિક સ્કૂલ નજીક આવેલી બિલ્ડિંગમાં આગ લાગી હતી. અગિયારમા માળની આ બિલ્ડિંગમાં આગ લાગતા તાત્કાલિક ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી હતી અને ફાયર બ્રિગેડની પાંચ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
રાહુનો મીન રાશિમાં પ્રવેશ કઈ રાશિને ફળશે Bollywood Beauties Captivate as Enchanting Tawaifs Unlock the Power of Tulsi on Akshay Tritiya: Simple Remedies for Abundance & Wellbeing Indian Cricket Stars Heating Up for the World Cup!