થાણેમાં પ્લાસ્ટિકની કંપનીમાં આગ, કોઇ જાનહાનિ નહીં
આમચી મુંબઈ

થાણેમાં પ્લાસ્ટિકની કંપનીમાં આગ, કોઇ જાનહાનિ નહીં

થાણે: થાણે શહેરના એક બિઝનેસ કોમ્પ્લેક્સની પ્લાસ્ટિકની ઓફિસમાં સોમવારે સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. નસીબજોગે આ આગમાં કોઇ જાનહાનિ થઇ નહોતી, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

વાગલે એસ્ટેટ વિસ્તારમાં આવેલા સેન્ટ્રમ બિઝનેસ સ્કવેરમાં સવારે ૧૧ કલાકે આગ લાગી હતી, એમ થાણે પાલિકાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના વડા યાસિન તડવીએ જણાવ્યું હતું.

સેન્ટ્રમ બિઝનેસ સ્કવેર ખાતે ‘એ’ વિંગના બીજા માળે મેસર્સ નિખીદીપ પ્લાસ્ટિક્સ પ્રા. લિ. કંપનીની ઓફિસમાં આગ લાગી હતી. આગ અંગેની માહિતી મળતા અગ્નિશમન દળ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.

બપોરે એક વાગ્યા સુધી આગ પર સંપૂર્ણ રીતે કાબૂ મેળવી લેવાયો હતો. આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી, એમ તડવીએ જણાવ્યું હતું.

આગ લાગવાનું કારણ હજી જાણી શકાયું નથી અને કેટલુ નુકસાન થયું તેની ગણતરી ચાલી રહી છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું. (પીટીઆઇ)

Haresh Kankuwala

મુંબઈ-સિટી-ડેસ્ક એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારથી જ કારકિર્દીની શરૂઆત થઇ અને છેલ્લા બે દાયકાથી તેની સાથે સંકળાયેલો છું. મુંબઈમાં બનેલી વિવિધ ઘટનાઓના કવરેજમાં સહયોગ આપ્યો છે. લાંબા સમયથી સિટી ન્યૂઝની ઇન્ચાર્જશિપ સંભાળી છે. More »

સંબંધિત લેખો

Back to top button