આમચી મુંબઈ
ઘાટકોપરમાં ઈમારતમાં આગ: કોઈ જાનહાનિ નહીં…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ઘાટકોપરમાં રેલવે સ્ટેશન પાસે આવેલા મેટ્રોપોલ બિલ્ડિંગના પહેલા માળે સોમવારે સાંજે ભીષણ આગ ફાટી નીકળી હતી. સદનસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ નહોતી.
ઘાટકોપર વેસ્ટમાં ઝુનઝુનવાલા કોલેજ નજીક ગ્રાઉન્ડ પ્લસ ૧૩ માળની બહુમાળીય કમર્શિયલ ઈમારત આવેલી છે. સાંજના લગભગ ૫.૫૯ વાગ્યાની આસપાસ ઈમારતના બીજા માળ પર બંધ રહેલી ઓફિસમાં આગ લાગી હતી.
ઘટના સ્થળે ફાયરબ્રિગેડે પહોંચીને ૧૫ મિનિટમાં આગ બુઝાવી દીધી હતી. સદ્નસીબે આગમાં કોઈ જાનહાનિથઈ નહોતી.



