Mumbai Fire: લોઅર પરેલમાં આવેલા ટાઈમ્સ ટાવરમાં આગ ફાટી નીકળી, 9 ફાયર એન્જિન સ્થળ પર
મુંબઈ: આજે સવારે મુંબઈના લોઅર પરેલ(Lower Parel)માં આવેલી સાત માળની કોમર્શિયલ બિલ્ડિંગ ટાઈમ્સ ટાવર(Times Tower)માં ભીષણ આગ ફાટી નીકળી હતી. નવ ફાયર એન્જિન અને અન્ય અગ્નિશામક વાહનોને ઘટના સ્થળે છે. હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ના અધિકારીઓના જણાવ્યા મુજબ, લોઅર પરેલના કમલા મિલ કમ્પાઉન્ડમાં સવારે 6.30 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. ફાયર બ્રિગેડે આગને લેવલ 2 (મેજર) આગ તરીકે ક્લાસીફાઈડ કરી છે.
આગના દ્રશ્યોમાં કોમર્શિયલ બિલ્ડીંગના અનેક માળમાંથી ધુમાડો નીકળતો જોવા મળે છે. આગનું કારણ અને નુકસાનનું પ્રમાણ હજુ સુધી જાણવા મળ્યું નથી.
પહેલા પણ બની છે આગની ઘટના:
29 ડિસેમ્બર, 2017 ના રોજ, લગભગ 12.30 વાગ્યાની આસપાસ, પહેલા 1 એબોવમાં આગ ફાટી નીકળી હતી અને પછી કમલા મિલ્સ કમ્પાઉન્ડની અંદર આવેલી મોજોની બિસ્ટ્રો રેસ્ટોરન્ટમાં ફેલાઈ હતી, જેમાં 14 લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા.
રેસ્ટોરન્ટના માલિકો અને તેમના કર્મચારીઓ, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ના અધિકારીઓ અને મિલ માલિકો સહિત મુંબઈ પોલીસે કુલ 14 લોકો સામે ગુનો નોંધ્યો હતો.