બાણગંગા તળાવને નુકસાન પહોંચાડનાર કૉન્ટ્રેક્ટર સામે એફઆઈઆર
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વાલકેશ્ર્વરમાં આવેલા ઐતિહાસિક બાણગંગા તળાવના પગથિયાને નુકસાન પહોંચાડવા બદલ સંબંધિત કૉન્ટ્રેક્ટરને મુંબઈ મહાનગરપાલિકાએ શોકોઝ નોટિસ ફટાકરી છે, એ સાથે જ તળાવને નુકસાન કરવા બદલ મલબાર હિલ પોલીસ સ્ટેશનમાં તેની સામે એફઆઈઆર પણ નોંધવામાં આવી છે.
વર્ષોથી જુદા જુદા કારણથી તળાવના પગથિયા, પગથિયા પથ્થર, દીપ સ્તંભને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. તેમ જ તળાવ પરિસરમાં મોટા પ્રમાણમાં બાંધકામ પણ થઈ ગયું હતું. રાજ્ય સરકારના નિર્દેશ બાદ મુંબઈ મહાનગર પાલિકા દ્વારા બાણગંગા તાળવ અને પરિસરને પુન:જીવિત કરવાના પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે.
આ દરમિયાન તળાવના ઉત્તર પ્રવેશદ્વારમાંથી અંદર આવતા સમયે એક્સકૅવ્હેટર મશીનને ઉતારીને તળાવના પગથિયાને નુકસાન થયું હોવાનું જણાઈ આવ્યું હતું. તેથી સંબંધિત કૉન્ટ્રેક્ટરને પાલિકાએ શો કોઝ નોટિસ ફટાકરી છે, એ સાથે જ મલબાર હિલ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર પણ નોંધવામાં આવી છે.