મહારાષ્ટ્રમાં ફિટનેસ સર્ટિફિકેટ વિનાની ઓટો, બસો મુદ્દે પરિવહન વિભાગનો મોટો નિર્ણય

મુંબઈઃ મહારાષ્ટ્ર રાજ્યના પરિવહન વિભાગ દ્વારા ઓટો રિક્ષા અને ખાનગી પ્રવાસી બસો કે જેઓ ફિટનેસ સર્ટિફિકેટ વિના દોડીને મુસાફરોના જીવને જોખમમાં મૂકે છે તેમને દરરોજ ₹ ૫૦નો દંડ વસૂલવાનો આદેશ જારી કર્યો છે. પરિવહન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે મુંબઈ અને તેના મેટ્રોપોલિટન રિજન (એમએમઆર)માં ઓછામાં ઓછા ૮-૧૦% રિક્ષાઓ પાસે ફિટનેસ સર્ટિફિકેટ નથી અને ઘણા માલિકોએ ૨૦૧૬ થી રિન્યુ કરાવ્યું નથી.
ફિટનેસ સર્ટિફિકેટ માટે વાહન તેની યાંત્રિક સ્થિતિ નક્કી કરવા માટે સંપૂર્ણ તપાસમાંથી પસાર થાય છે અને સુનિશ્ચિત કરે છે કે વાહન રસ્તા પર ચલાવવા માટે સલામત છે.
Also Read – Good News: આ તારીખથી Mumbai’s First Underground Metro-3માં પ્રવાસ કરી શકશે…
મુંબઈ ઓટો ટેક્સીમેન યુનિયને ૨૦૧૬થી વાહનની ફિટનેસ પર બાકી દંડ વસુલ કરવાના નિર્ણય પર અસંતોષ વ્યક્ત કર્યો હતો. મુંબઈ સહીત મહારાષ્ટ્રમાં લગભગ ૧૫ લાખ ઓટો રીક્ષા છે એમએમઆરમાં લગભગ ૪-૫ લાખ ઓટો ચાલે છે. યુનિયન લીડર શશાંક શરદ રાવણ જણાવ્યા અનુસાર ,રાજ્યમાં ઓછામાં ઓછી ૧૫% ઑટોરિક્ષા છે જયારે એમએમઆરમાં ૮-૧૦ % ઑટોરિક્ષા માલિકોએ વાહન ફિટનેસ રિન્યુ કરાવ્યું નથી. જે સંખ્યા ઘણી ઓછી છે. જો કે, તેમની સંખ્યા ઠાણે અને નવી મુંબઈના વિસ્તારોમાં ઘણી વધારે છે.
પરિવહન નિષ્ણાતોએ જણાવ્યું હતું કે આ એક આવકારદાયક નિર્ણય છે આને કારણે પરમિટ ધારકોમાં જવાબદારી આવશે અને મુસાફરોની સુરક્ષા પણ સુનિશ્ચિત થશે.
Also Read –