આમચી મુંબઈમહારાષ્ટ્ર

થાણે પાલિકા પર આર્થિક સંકટ, ટેક્સ વસૂલી નહીં થતાં કોન્ટ્રેક્ટરોના બિલની ચુકવણી રખડી પડી

થાણે: થાણે મહાનગર પાલિકા દ્વારા માર્ચ 2024 સુધી કોન્ટ્રેક્ટરના રૂ. 86 કરોડના બિલની ચુકવણી કરવામાં આવવાની હતી, પણ પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ લોકસભા ચૂંટણીના કામોમાં વ્યસ્ત રહેતા શહેરમાં ટેક્સ વસૂલીનું કામ અટકી પડ્યું છે, જેને લીધે થાણે મહાનગર પાલિકાની તિજોરીમાં માત્ર 10 કરોડ રૂપિયા બેલેન્સ રહ્યા હોવાની ચોંકાવનારી બાબત સામે આવી છે.

થાણે પાલિકા દ્વારા શહેરમાં અનેક વિકાસ અને બાંધકામો હાથ ધરવામાં આવ્યા હતા. આ કામો માટે ટેન્ડર જાહેર કરી કોન્ટ્રેક્ટરની નિમણૂક કરવામાં આવી હતી, જોકે આ કામો પૂર્ણ થયા છતાં કોન્ટ્રેક્ટરોને પૈસા ચૂકવવા માટે પાલિકા પાસે પૈસા નહોતા આ રકમ કેવી રીતે ચૂકવવામાં આવશે એવો સવાલ કરવામાં આવી રહ્યો છે.

કોરોના મહામારીના સમયમાં બાદ થાણે પાલિકાની આર્થિક પરિસ્થિતિ નબળી પડી છે. પાલિકા પાસે કર્મચારીઓને પગાર મળશે કે નહીં? એવી પરિસ્થિતિ નિર્માણ થતાં પાલિકાએ તેમના કર્મચારીઓને લોકસભા ચૂંટણીના કામકાજમાં મોકલતા પાણી બિલ અને પ્રોપર્ટી ટૅક્સ વગેરેની વસૂલાત બાકી રાખવામાં આવી છે જેને લીધે પાકાની તિજોરીમાં દુકાળ આવ્યો છે, એવું લાગી રહ્યું છે. આ આર્થિક સંકટને લીધે શહેરમાં બીજા કામો માટે પણ ખર્ચ કરવામાં પાલિકાને મુશ્કેલી આવી રહી છે.

આપણ વાંચો: થાણેમાં પાણીના બિલ નહીં ચૂકવનારા ડિફોલ્ટરોના ૪,૪૩૦ નળના જોડાણ કાપી નાંખ્યા

થાણે પાલિકા પર એક હજાર 200 કરોડ રૂપિયાનું દેવું છે. પાલિકાએ માર્ચ 2024ના અંત સુધી કોન્ટ્રેક્ટરને રૂ. 83 કરોડનું બિલ ચૂકવવા માટેની યાદી તૈયાર કરી હતી. આ યાદી મુજબ મહાપાલિકાએ 55થી 65 કરોડના બિલની ચુકવણી કરી હતી, જોકે હજુ પણ 21 કરોડ રૂપિયાની ચુકવણી કરવાની બાકી છે, જેથી માત્ર 10 કરોડની રકમમાંથી કોન્ટ્રેક્ટરને બિલ ચૂકવવામાં વિલંબ સર્જાય શકે છે, એવી માહિતી સૂત્રોએ આપી હતી.

એક અહેવાલ મુજબ થાણે પાલિકા કર્મચારીને પગાર આપવા માટે દર મહિને 117 કરોડ રૂપિયાની જરૂરત હોય છે, પણ પાલિકાની પગાર આપતી તિજોરીમાં માત્ર 111 કરોડ રૂપિયા જમા હોવાને લીધે બાકીના છ કરોડ મેળવવા માટે પાલિકાએ બીજા પર આધારિત રહેવાનો સમય આવ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ શ્રેષ્ઠ હવાની ગુણવત્તાવાળા ભારતીય શહેરો ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર!

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker