આમચી મુંબઈ
વસઇની કંપનીમાં એફડીએની રેઇડ: અનધિકૃત આયુર્વેદિક દવાઓ જપ્ત
પાલઘર: પાલઘર જિલ્લાના વસઇમાં આવેલી કંપનીમાં ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) દ્વારા રેઇડ પાડવામાં આવી હતી અને લાઇસન્સ વિના ઉત્પાદિત આયુર્વેદિક દવાઓ તથા અન્ય વસ્તુઓ મળીને રૂ. એક કરોડની મતા જપ્ત કરાઇ હતી.
મુંબઈ એફડીએની ઇન્ટેલિજન્સ બ્રાન્ચે મળેલી માહિતીને આધારે ગુરુવારે રેઇડ પાડી હતી. કંપની પાસે હરિયાણાના પંચકુલા ખાતે ઉત્પાદન માટેનું લાઇસન્સ હતું, પણ વસઇના નવઘરમાં ઉત્પાદન કરવામાં આવી રહ્યું હતું.
આ પ્રકરણે તપાસ ચાલી રહી હોઇ તપાસ પૂરી થયા બાદ ઉત્પાદક સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)
Taboola Feed