આમચી મુંબઈ

એફડીએએ એમએલએ હોસ્ટેલમાંથી ખોરાકના નમૂના પરીક્ષણ માટે મોકલ્યા

મુંબઈ: મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ)એ બુધવારે અહીંની એમએલએ હોસ્ટેલની કેન્ટીનમાંથી ખોરાકના નમૂના એકત્રિત કર્યા અને તેમને પરીક્ષણ માટે મોકલ્યા હતા, શિવસેનાના વિધાનસભ્ય સંજય ગાયકવાડે વાસી ખોરાક પીરસવાના આરોપમાં તેના કર્મચારી પર હુમલો કર્યાના એક દિવસ પછી આ પગલું લેવામાં આવ્યું હતું.

આ ઘટના અંગેના વિવાદને પગલે, એફડીએ અધિકારીઓ બુધવારે બપોરે હોસ્ટેલમાં પહોંચ્યા અને ખોરાકના નમૂના સીલ કર્યા, જે હવે પરીક્ષણ માટે બાંદ્રા સ્થિત વિભાગની પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા છે.

આ પણ વાંચો: તેલમાં ભેળસેળ: એફડીએના બે અધિકારીઓ સસ્પેન્ડ, નંદુરબારની ફેક્ટરી બંધ

‘કેન્ટીનમાંથી એકત્રિત કરાયેલા ખોરાકના નમૂના વિશ્લેષણ માટે મોકલવામાં આવ્યા છે. પ્રક્રિયા મુજબ, રિપોર્ટ 16 દિવસમાં અપેક્ષિત છે અને આગળની કાર્યવાહી નક્કી કરશે,’ એમ એફડીએના પ્રધાન નરહરી ઝિરવાલના નજીકના સૂત્રોએ જણાવ્યું હતું.

ગાયકવાડે ખોરાકની ગુણવત્તા અંગે અનેક ફરિયાદો છતાં લગભગ 30 વર્ષ સુધી એક જ કોન્ટ્રાક્ટરને કેન્ટીન ચલાવવાની મંજૂરી આપવા અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા.

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં પ્રતિબંધિત ગુટખા સરળતાથી મળી જાય છે: વિધાનસભ્યે કાઢી એફડીએની ઝાટકણી

આ અંગે ટિપ્પણી કરતા, સૂત્રોએ જણાવ્યું હતું કે, ‘એફડીએ પહેલા તેનો રિપોર્ટ પૂર્ણ કરશે. રાજ્ય સરકાર દ્વારા તેને સ્વીકારવામાં આવ્યા પછી, અન્ય વિભાગો યોગ્ય પગલાં લેવા માટે આગળ વધી શકે છે.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.ssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss More »
Back to top button