લાતુરમાં જમીનના વિવાદને લઇ પિતા-પુત્રની હત્યા: ત્રણ સંબંધી પકડાયા…

લાતુર: લાતુર જિલ્લામાં જમીનના વિવાદને લઇ 50 વર્ષના પિતા અને તેના પુત્ર પર હુમલો કરી તેમની હત્યા કરવામાં આવી હતી.
આ પણ વાંચો : મીરા રોડમાં સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની કેદ
આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર પ્રવીણ રાઠોડે જણાવ્યું હતું કે નિલંગા તહેસીલના ઓસ્તુરી ગામમાં ગુરુવારે સાંજે આ ઘટના બની હતી અને એક કલાક બાદ મૃતકોના ત્રણ સંબંધીની ધરપકડ કરવામાં આવી હતી.
સુરેશ અન્નપ્પા બિરાજદાર અને તેના ભાઇ-બહેનો વચ્ચે વારસાગત જમીનને લઇ વિવાદ ચાલી રહ્યો હતો.
સુરેશ ગુરુવારે તેના પુત્રો ગણેશ અને સાહિલ સાથે ખેતરમાં કામ કરી રહ્યો હતો ત્યારે તેના ત્રણ ભાઇઓએ તેમના પર લાઠી અને પથ્થરોથી હુમલો કર્યો હતો.
હુમલામાં ગંભીર ઇજાને કારણે સુરેશનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જયારે પુત્ર સાહિલ (22)નું કસારસિરસી ગ્રામીણ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. બીજા પુત્ર ગણેશની સારવાર ચાલી રહી છે.
આ પણ વાંચો : ચોરનો પીછો કરતી વખતે ટ્રેનની અડફેટે જીવ ગુમાવનારી યુવતીના પરિવારને આઠ લાખનું વળતર
પોલીસના જણાવ્યા અનુસાર આરોપી બસવરાજ બિરાજદાર, સુનીલ બિરાજદાર અને લખન બિરાજદાર વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્રણેય આરોપીને સ્થાનિક કોર્ટમાં હાજર કરાતાં તેમને ચાર દિવસની પોલીસ કસ્ટડી ફટકારાઇ હતી. (પીટીઆઇ)