શિવડી-નવી મુંબઈ વચ્ચે ડિસેમ્બરથી ઝડપી પ્રવાસ
મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક પ્રોજેક્ટનું ૯૬.૬૦ ટકા કામ પૂરું
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઑથોરિટીએ (એમએમઆરડીએ) હાથમાં લીધેલા મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક પ્રોજેક્ટ (શિવડી-ન્હાવાશેવા સી લિંક)નું ૯૬.૬૦ ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. બાકીનું કામ ઝડપથી પતાવીને નિયત સમયમાં પ્રોજેક્ટ પૂરો કરવાનો આદેશ એમએમઆરડીએ કમિશનર ડૉ. સંજય મુર્ખજીએ કૉન્ટ્રેક્ટરને આપ્યો છે. તેથી શિવડીથી નવી મુંબઈમાં ૨૦થી ૨૨ મિનિટમાં પહોંચવાનું સપનું બહુ જલદી પૂરું થવાનું છે.
મુંબઈ-નવી મુંબઈ દરમિયાનનો પ્રવાસ ઝડપી બને તે માટે એમએમઆરડીએ ૨૧.૮૦ કિલોમીટર લંબાઈનો શિવડી-ન્હાવાશેવા સી લિંક બનાવી રહી છે. આ પ્રોજેક્ટના કામની શરૂઆત ૨૦૧૮માં કરવામાં આવી છે. આ કામ સપ્ટેમ્બર ૨૦૨૨માં પૂરું થવાનું અપેક્ષિત હતું. પરંતુ કોરોના સહિત અન્ય અડચણોને કારણે પ્રોજેક્ટનું કામ અટવાઈ ગયું હતું. પરંતુ હવે ડિસેમ્બર, ૨૦૨૩માં આ સી લિંક વાહનવ્યવહાર માટે ચાલુ કરવામાં પ્રયાસરૂપે બાકી રહેલા કામ ઝડપથી પતાવવામાં આવી રહ્યા છે.
એમએમઆરડીએના કમિશનર ડૉ. રાજીવ મુર્ખજીએ શુક્રવારે પ્રોજેક્ટની મુલાકાત લઈને કામનો અહેવાલ લીધો હતો. અત્યાર સુધી પ્રોજેક્ટનું ૯૬.૬૦ ટકા કામ પૂરું થયું હોવાનું જણાવતા તેમણે કહ્યું હતું કે આ પ્રોજેક્ટનું બાકીનું કામ ઝડપથી પૂરું કરીને ડિસેમ્બર સુધીમાં પુલને ખુલ્લો મૂકવામાં આવશે.
હાલ આ સી લિંક પ્રોજેક્ટમાં વિજળીના થાંભલા બેસાડવાનું કામ ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટમાં કુલ ૧,૨૧૨ લાઈટના થાંભલા ઊભા કરવામાં આવવાના હોઈ ૨૦ ટકા થાંભલા ઊભા કરવાનું કામ થઈ ગયું છે. આ થાંભલા પર લાઈટ એ સેન્ટ્રલ કંટ્રોલ ઍન્ડ મોનિટરિંગ સિસ્ટમ દ્વારા નિયંત્રિત કરવામાં આવશે. આ થાંભલા દરિયાઈ વિસ્તારમાં હવામાનની દ્દષ્ટિએ નિર્માણ થનારા તમામ પડકારોને માત આપે એ પદ્ધતિએ બનાવવામાં આવ્યા છે.મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક પ્રોજેક્ટ કુલ ચાર પૅકેજમાં વિભાજીત કરવામાં આવ્યો છે. પહેલા ત્રણ પૅકેજમાં સિવિલ વર્ક અને ચોથામાં ઈન્ટેલિજન્ટ ટ્રાર્ન્સપોર્ટ સિસ્ટમ (આઈટીએસ), ઓટોમેટેડ ટોલ કલેકશન સિસ્ટમ અને ઈલેક્ટ્રિક વર્કનો સમાવેશ થાય છે. ઉ