દાદાગીરીઃ ખેડૂતોને હેરાન કરનારા બૅંકના મેનેજર પર નેતાએ કર્યો હુમલો, વીડિયો વાઈરલ
મુંબઈ: મહારાષ્ટ્રના વરુડ જિલ્લામાં એક બૅંક મેનેજરની મારપીટ કરવામાં આવી રહી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં મેનેજરની કેબિનમાં ઘૂસીને અમુક લોકો તેની સાથે વાતચીત કરતા અને ત્યાર બાદ તેમાંથી એક વ્યક્તિ અચનાક મેનેજર પર હુમલો કરતા દેખાય છે. હુમલો કરનાર શખસ સ્વાભિમાની શેતકરી સંઘટનાનો નેતા હોવાનું જાણવા મળ્યું છે અને બૅંક મેનેજર ખેડૂતોની હેરાનગતિ કરતો હોવાના કારણે તેની મારપીટ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
મેનેજર પર હુમલો કરનારા આરોપી મયુર બોરડેનો દાવો છે કે તેને અનેક ખેડૂતોએ ફરિયાદ કરી હતી કે બૅંક મેનેજર તેમને પાક વીમો, સરકારી સબસિડી જેવી વિવિધ સરકારી યોજનાઓ લાભ આપવા બાબતે સહકારી આપતો નહોતો. જ્યાર બાદ મયુર પોતાના સાથીદારો સાથે બૅંકમાં જઇ મેનેજર ધીરેન્દ્ર સોનકરની મારપીટ કરે છે.
આ મામલે ધીરેન્દ્ર સોનકરે પોલીસ ફરિયાદ નોંધાવી છે અને પોલીસે ફરિયાદના આધારે મયુર સામે ગુનો નોંધ્યો છે. મયુર આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભોકરદન-જાફરાબાદ ખાતેથી ઉમેદવાર તરીકે ઊભો રહે તેવી શક્યતા છે.
આ પણ વાંચો : Maharstra election: ઉદ્ધવ ઠાકરે ફરીથી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બનશે, સંજય રાઉતનો દાવો
મયુરનો દાવો છે કે પાક માટે લોન લેનારા ખેડૂતો પાસેથી લોન ક્યારે ચૂકવવામાં આવશે તેવું લખાણ આપવાની માગણી કરી રહી હતી અને સરકારી યોજનાના મળતા લાભ આપવામાં પણ ખેડૂતોની હેરાનગતિ કરવામાં આવી રહી હતી. ભવિષ્યમાં જો કોઇ બૅંક મેનેજર ખેડૂતોની સતામણી કરશે તો તેની પણ મારપીટ કરવામાં આવશે, તેવી ધમકી મયુરે આપી હતી