
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તેમના પ્રધાનોને “પત્ર યુદ્ધ”થી દૂર રહેવા અને કોઈ પણ મુશ્કેલીના કિસ્સામાં તેમનો સંપર્ક કરવા જણાવ્યું. તેમની આ ટિપ્પણી શિવસેનાના સામાજિક ન્યાય પ્રધાન સંજય શિરસાટે ભાજપના રાજ્ય પ્રધાન માધુરી મિસાલ દ્વારા તેમને જાણ કર્યા વિના વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજવા પર વાંધો ઉઠાવ્યા બાદ આવી હતી.
“કોઈએ પણ આ પત્ર યુદ્ધ ઊભું કરવું ન જોઈએ. પ્રધાનોએ એકબીજા સાથે વાત કરવી લેવી જોઈએ. જો તેમને કોઈ મુશ્કેલીઓ હોય તો તેમણે મને આવીને કહેવું જોઈએ, જેથી અમે તેનું નિરાકરણ લાવી શકીએ. છેવટે, (કેબિનેટ) પ્રધાનો અને રાજ્યપ્રધાનો એક જ સરકારનો હિસ્સો છે. બધી સત્તાઓ પ્રધાન પાસે છે,” ફડણવીસે કહ્યું હતું.
આ પણ વાંચો: ફડણવીસની દિલ્હી મુલાકાતમાં શું નક્કી થયુંઃ વિવાદાસ્પદ પ્રધાનો સામે કાર્યવાહી થશે, ટાઈમિંગ પર અટક્યું?
“જોકે, એવું માનવું ખોટું છે કે રાજ્યપ્રધાન પાસે બેઠકો યોજવાની સત્તા નથી. પરંતુ જો બેઠકોમાં નીતિગત નિર્ણયો લેવામાં આવે, તો આવા નિર્ણયો (કેબિનેટ) પ્રધાનની સલાહ લીધા વિના લઈ શકાતા નથી. અને જો તે હજુ પણ લેવામાં આવે છે, તો તેને પ્રધાન દ્વારા બહાલી આપવી પડે,” ફડણવીસે કહ્યું.
મિસાલ દ્વારા યોજાયેલી વિભાગીય બેઠક બાદ, શિરસાટે તેમને પત્ર લખીને કહ્યું કે તેમને બેઠક બોલાવવાનો કે વિભાગને નિર્દેશ આપવાનો કોઈ અધિકાર નથી. શિરસાટે પત્રમાં વધુમાં કહ્યું કે તેમના વિભાગમાં મીટિંગો યોજતા પહેલા તેમને તેમની પરવાનગીની જરૂર હતી. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે તે વિભાગના અધિકારીઓને નિર્દેશો આપીને વધુ પડતી કાર્યવાહી કરી રહી છે. શિરસાટે ઉમેર્યું કે બધી મીટિંગો તેમના દ્વારા જ બોલાવવી જોઈએ.
આ પણ વાંચો: મહારાષ્ટ્રની આરોગ્ય સંભાળ વ્યવસ્થાને ચાર વર્ષમાં દેશમાં શ્રેષ્ઠ બનાવવા પર કામ કરી રહ્યા છીએ: ફડણવીસ
મિસાલે જવાબમાં કહ્યું કે રાજ્યપ્રધાન તરીકે, તેમને બેઠકો બોલાવવાનો અધિકાર છે. તેમણે વધુમાં કહ્યું કે તેમણે બેઠકમાં કોઈ નિર્દેશ આપ્યો નથી, પરંતુ ઉમેર્યું કે જો તેમની સમક્ષ લાવવામાં આવેલ કોઈ બાબત માટે આદેશ જારી કરવાની જરૂર હોય તો તેઓ આદેશ આપી શક્યા હોત.