આદિત્ય ઠાકરેએ એવું ન બતાવવું જોઈએ કે તેઓ મહારાષ્ટ્રના પપ્પુ છે: ફડણવીસના આકરા પ્રહાર

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અત્યાર સુધીમાં સરકારે જાહેર કરેલી સહાય હેઠળ 8 હજાર કરોડ રૂપિયાનું વિતરણ કરવામાં આવ્યું છે. લગભગ 40 લાખ ખેડૂતોના ખાતામાં પૈસા પહોંચ્યા છે. કેબિનેટની બેઠકમાં બીજા 11 હજાર કરોડ રૂપિયાના વિતરણને મંજૂરી આપવામાં આવી હતી.
આ પૈસા બજેટમાં ન હોવાથી, તેને વિશેષ બાબત તરીકે મંજૂરી આપવામાં આવી હતી. અમે આગામી 15 દિવસમાં આ પૈસા ખેડૂતોના ખાતામાં પહોંચાડવાનો આદેશ પણ આપ્યો છે, એમ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું.
આપણ વાચો: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જાહેર નેતા ગોપીનાથ મુંડેની પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ કર્યું…
રાજ્યમાં ભારે વરસાદ અને પૂરને કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું હતું. ત્યારબાદ, રાજ્ય સરકારે ખેડૂતો માટે સહાય પેકેજ જારી કર્યું. કેબિનેટની બેઠકમાં આ સહાયની સમીક્ષા કરવામાં આવી હતી. દેવેન્દ્ર ફડણવીસે આ સંદર્ભમાં પત્રકારોને વિગતવાર માહિતી આપતાં એવો દાવો કર્યો હતો કે, ભંડોળની કોઈ અછત નથી.
હવે આપવામાં આવેલું ભંડોળ અલગ અલગ રીતે વિવિધ જિલ્લાઓમાં ગયું છે. કેટલીક જગ્યાએ, તે આંશિક રીતે ગયું છે. તેનું કારણ એ છે કે અમે નિર્ણય લીધો હતો કે અમે યાદીઓ આવતાની સાથે જ મંજૂરી આપીશું, બધી યાદીઓની રાહ જોવી નહીં.
પછી ફડણવીસે એમ પણ કહ્યું હતું કે, ‘આદિત્ય ઠાકરેએ એવું ન બતાવવું જોઈએ કે તે મહારાષ્ટ્રનો પપ્પુ છે.’ મતદાર યાદીઓમાં થયેલી ગૂંચવણ અંગેની માહિતી આદિત્ય ઠાકરેએ પ્રકાશમાં લાવી છે. આ અંગે દેવેન્દ્ર ફડણવીસને પુછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે, ‘આદિત્ય ઠાકરેએ એવું ન બતાવવું જોઈએ કે હું મહારાષ્ટ્રનો પપ્પુ છું.
હું તેમને મહારાષ્ટ્રનો પપ્પુ નહીં કહું. રાહુલ ગાંધી મોટો પડદો મૂકે છે. તેઓ ખૂબ અવાજ કરે છે, પરંતુ તે પહાડ ખોદવા જેવું છે, ઉંદર પણ બહાર આવતો નથી. આદિત્ય ઠાકરેએ એવું જ કર્યું. ચૂંટણી પંચે પોતાનો જવાબ આપી દીધો છે. આદિત્ય ઠાકરે પાસેથી મારી એકમાત્ર અપેક્ષા છે કે તેઓ રાહુલ ગાંધી ન બને, એમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું.
આ દરમિયાન, કોઈએ શંકા કરવાની જરૂર નથી કે અમને એનડીઆરએફના પૈસા મળ્યા પણ 10 હજાર મળ્યા નહીં. અમને 10 હજાર મળ્યા પણ ત્રણ હેક્ટરના મળ્યા નહીં. જેમને બે હેક્ટર માટે પૈસા મળ્યા હતા તેમના ખાતામાં હવે ત્રીજા હેક્ટર માટેના પૈસા પણ નાખવામાં આવી રહ્યા છે. આ પૈસા આગામી 15થી 20 દિવસમાં ખેડૂતોના ખાતામાં જશે, એમ જણાવતાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે, અમે આ 15થી 20 દિવસમાં 90 ટકા ખેડૂતોને આવરી લઈશું.



