વર્ધાના કાર્યક્રમમાં ફડણવીસનો જોવા મળ્યો શાયરાના અંદાજ | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

વર્ધાના કાર્યક્રમમાં ફડણવીસનો જોવા મળ્યો શાયરાના અંદાજ

મુંબઈ: વર્ધા જિલ્લાના આર્વી ખાતે વિવિધ વિકાસકામોનું ભૂમિપૂજન અને લોકાર્પણ વિધિ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના હસ્તે પાર પાડવામાં આવી. આ કાર્યક્રમમાં વિવિધ નેતાઓની હાજરીમાં આર્વીના વિધાનસભ્ય સુમિત વાનખેડેએ મુખ્ય પ્રધાનની શેરોશાયરીના અંદાજમાં પ્રશંસા કરી હતી.

એટલું જ નહીં, મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ તેનો જવાબ પણ શાયરીમાં જ આપ્યો હતો. આ કાર્યક્રમમાં શેરોશાયરીનો માહોલ સર્જાયો હતો તેની ચર્ચા રાજકીય વર્તુળોમાં થઇ રહી છે.

આપણ વાંચો: પેસેન્જર જેટી અને ટર્મિનલ બિલ્ડિંગના ભૂમિપૂજનનો સમારોહ: પ્રોજેક્ટ સામે સ્થાનિકોનો વિરોધ

સુમિત વાનખેડે એક સમયે દેવેન્દ્ર ફડણવીસના પર્સનલ આસિસ્ટન્ટ (પીએ) હતા. ફડણવીસના રૂપમાં આર્વીમાં ચંદ્ર ઊતરી આવ્યો હોવાનું વાનખેડેએ શાયરાના અંદાજમાં કહ્યું હતું.

‘તુમ આ ગયે હો તો ચાંદનીશી બાત હૈ,
જમીન પર ચાંદ કબ રોઝ રોઝ ઊતરતા હૈ’

આ શાયરી કરીને સુમિત વાનખેડેએ ફડણવીસની પ્રશંસા કરી હતી. તેના પર જવાબ આપતા ફડણવીસે કહ્યું હતું કે વાનખેડેએ આર્વી માટે ઘણી માગણી કરી છે જો તેમની બધી માગણી પૂરી કરીશ તો અન્ય નેતાઓ કહેશે કે બધુ અહીં જ આપી દેવાના છો કે? ફડણવીસે આ બધુ શાયરીના અંદાજમાં પણ વ્યક્ત કર્યું હતું.

આપણ વાંચો: Gujarat માં દિવ્યાંગ ખેલાડીઓ માટે આંતરરાષ્ટ્રીય કક્ષાનું પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટરનું ભૂમિપૂજન કરાયું

‘વો આયે મેરી મઝાર પર મિટ્ટી ઝાડ કર બૈઠ ગયે,
ઔર દીયે મેં જો તેલ થા વહ સર પર લગાકર ચલે ગયે’

આવી શાયરી વ્યક્ત કરતા કાર્યક્રમમાં ઉપસ્થિતિ સૌ ખડખડાટ હસી પડ્યાં હતા

સંબંધિત લેખો

Back to top button