ઉદ્યોગોને સરળ વહીવટી સહાય વૈશ્ર્વિક આર્થિક પડકારોને દૂર કરવામાં મદદ કરી શકે છે: ફડણવીસ | મુંબઈ સમાચાર

ઉદ્યોગોને સરળ વહીવટી સહાય વૈશ્ર્વિક આર્થિક પડકારોને દૂર કરવામાં મદદ કરી શકે છે: ફડણવીસ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે અમેરિકા દ્વારા લાદવામાં આવેલા 25 ટકા ટેરિફ સહિત વૈશ્ર્વિક વ્યાપારના અવરોધોને દૂર કરવાનો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે ઉદ્યોગોને સરળ વહીવટી સહાય આંતરરાષ્ટ્રીય આર્થિક પડકારોનો સામનો કરવામાં મદદ કરી શકે છે.

અમેરિકાએ શુક્રવારે ભારત પર 25 ટકા ટેરિફ લાદ્યો છે, જે અમેરિકાને થતી 86 અબજ ડોલરની ભારતીય નિકાસમાંથી લગભગ અડધાને અસર કરી શકે છે.

આપણ વાંચો: ‘બાળાસાહેબ જે ન કરી શક્યા, તે દેવેન્દ્ર ફડણવીસે કર્યું’: રાજ ઠાકરે

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (આઈઆઈએમ), નાગપુર ખાતે બે દિવસની વહીવટી પરિષદમાં બોલતાં ફડણવીસે શનિવારે કહ્યું હતું કે, ‘જો આપણે આપણા ઉદ્યોગોને સરળ વહીવટી સહાય પૂરી પાડીએ, તો આપણે કોઈપણ આંતરરાષ્ટ્રીય આર્થિક પડકારને દૂર કરી શકીએ છીએ.’

તેમણે કહ્યું હતું કે, રાજ્ય સરકાર ટૂંક સમયમાં નાગરિકોને કાર્યક્ષમ અને પ્રતિભાવશીલ શાસન પૂરું પાડવાના હેતુથી મુખ્ય સુધારાઓ અમલમાં મૂકશે. તેમણે કહ્યું કે, આ વર્ષની શરૂઆતમાં યોજાયેલી વ્યાપક ચર્ચા-વિચારણા બાદ વિભાગીય કમિશનરો અને વરિષ્ઠ અધિકારીઓની બનેલી છ સમિતિઓએ સુધારાલક્ષી ભલામણો રજૂ કરી છે.

‘આ સમિતિઓએ વહીવટી તંત્રમાં જરૂરી આવશ્યક ફેરફારો ઓળખી કાઢ્યા છે. વિગતવાર વિશ્ર્લેષણ અને મુસદ્દા સરકારી ઠરાવો દ્વારા સમર્થિત ભલામણોનો તાત્કાલિક અમલ કરવામાં આવશે, જેથી જાહેર સેવાઓની ડિલિવરી વધે,’ એમ તેમણે કહ્યું હતું.

આપણ વાંચો: વિજય રેલી નહીં, રૂદાલી સભા હતી! રાજ-ઉદ્ધવના મિલન પર દેવેન્દ્ર ફડણવીસે કર્યો વળતો પ્રહાર

ફડણવીસે એવી પણ ખાતરી આપી હતી કે કરુણાના ધોરણે નિમણૂકો માટેની ભરતી 150 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે અને આવી કોઈ પણ જગ્યા ખાલી રહેશે નહીં.

તેમણે જિલ્લા વાર્ષિક આયોજન પ્રણાલીને સુધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને એવો નિર્દેશ કર્યો હતો કે તે ફક્ત રોજગાર યોજના તરીકે જ નહીં પરંતુ મોટા પાયે રોજગાર સર્જન અને વિકાસ માટેનું એક સાધન બનવું જોઈએ.

‘જિલ્લા કલેક્ટરોને તેમના અધિકારક્ષેત્ર હેઠળના સ્થાનિક વિકાસ કાર્યો માટે કુલ યોજના ભંડોળના પાંચ ટકા સુધી ફાળવવા માટે સત્તા આપવાની ભલામણ કરવામાં આવી છે,’ એમ તેમણે કહ્યું હતું.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.ssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss More »

સંબંધિત લેખો

Back to top button