અજીત પવારને સરકારમાં સામેલ કરવાનું આ કારણ આપ્યું ફડણવીસે
મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેની શિવસેના, અનસીપીમાંથી બળવો કરી આવેલા અજિત પવાર અને ભાજપની સરકાર છે. આ પ્રકારના સમીકરણ અંગે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રની વર્તમાન પરિસ્થિતિ પર પોતાનો અભિપ્રાય આપતા કહ્યું કે શિવસેના અમારું સ્વાભાવિક જોડાણ છે જ્યારે અજિત પવાર અમારા રાજકીય ભાગીદાર છે. એક કાર્યક્રમમાં પોતાની વાત કરતા ઉમેર્યું હતું કે, મહારાષ્ટ્રમાં અમારી સાથે એકનાથ શિંદેના આગમનથી પાર્ટીની તાકાત વધી છે. એ જ રીતે અજિત પવાર અમારી સાથે જોડાતા અમારી તાકાત વધી છે.
પીએમ મોદીજીના કારણે અમારી રાજકીય કેમેસ્ટ્રી મજબૂત છે અને અજીતના આગમન સાથે રાજકીય અંકગણિત જામી રહ્યું છે. તેમણે એમ પણ કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં મુખ્ય પ્રધાન બદલાશે નહીં. એકનાથ શિંદે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રહેશે. પીએમ મોદી ફેક્ટર હંમેશા રાજ્યમાં કામ કરે છે અને કામ કરશે. અમે મહારાષ્ટ્રમાં 40થી વધુ સીટો જીતીશું. હું પાર્ટીનો કાર્યકર છું, પાર્ટી ગમે તે કહે. હું પણ એ જ કરીશ, તેમ પણ તેમણે જણાવ્યું હતું.