આમચી મુંબઈ

‘તુમકો મિર્ચી લગી તો મૈં ક્યા કરું’: મહાયુતિની બિનહરીફ જીત પર ફડણવીસનો વિપક્ષ પર કટાક્ષ…

ધુળે: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે રાજ્યમાં આગામી નગરપાલિકા ચૂંટણીમાં 68 ઠેકાણે મળેલા બિનહરીફ વિજય અંગે શાસક મહાયુતિને નિશાન બનાવવા બદલ વિપક્ષી દળો પર કટાક્ષ કર્યો હતો અને પૂછ્યું હતું કે જો તેમને ચટકો લાગ્યો હોય એમાં પોતે શું કરી શકે?

‘તુમકો મિર્ચી લગી તો મૈં ક્યા કરું (જો તમને મરચા લાગ્યા અને નારાજ થઈ જાઓ તો હું શું કરી શકું)?’ એવું કહી ઉત્તર મહારાષ્ટ્રના ધુળેમાં એક સભાને સંબોધિત કરતી વખતે મુખ્ય પ્રધાનએ વિરોધીઓને નિશાન બનાવ્યા હતા.

મુખ્ય પ્રધાને ધુળેમાં ભાજપના ચાર નગરસેવકોને બિનહરીફ ચૂંટવા બદલ મતદારોનો આભાર માની જણાવ્યું હતું કે ‘અમે પૂરા દિલથી સમર્થન સ્વીકારીએ છીએ. અત્યાર સુધીમાં 35 લોકસભા સંસદ સભ્યો બિનહરીફ ચૂંટાયા છે, જેમાંથી 33 કોંગ્રેસના શાસન દરમિયાન ચૂંટાયા છે.’ આ મુદ્દે વિપક્ષની ટીકા પર સવાલ ઉઠાવતા ફડણવીસે કહ્યું કે, જો તમારા કાર્યકાળમાં બિનહરીફ ચૂંટણી થાય છે તો લોકતંત્રને ખતરો નથી અને જો અમારા શાસનમાં થાય છે તો લોકશાહી જોખમમાં મુકાઈ જાય છે.’

મહાયુતિના ઉમેદવારોની બિનહરીફ જીતનો મુદ્દો સોમવારે બોમ્બે હાઈ કોર્ટમાં આવ્યો હતો, જેમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ) ના એક નેતાએ 68 બેઠકો પર પરિણામો જાહેર કરવા પર રોક લગાવવાની અને બળજબરીથી સામૂહિક પીછેહઠની અદાલત દ્વારા દેખરેખ હેઠળની તપાસની વિનંતી કરી હતી.

શિવસેના (યુબીટી) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ રાજ્ય ચૂંટણી પંચને આ 68 સિવિક વોર્ડના પરિણામો રદ કરવા વિનંતી કરી હતી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ હર્ષવર્ધન સપકાળે પણ શાસક ગઠબંધન પર પ્રહાર કરતા કહ્યું છે કે ભાજપના નેતૃત્વવાળા મહાયુતીની સત્તા માટેની લાલચ લોકશાહીને ગળી જવાની હદે પહોંચી ગઈ છે.
(પીટીઆઈ)

આ પણ વાંચો…અજિત પવારે ક્યારેય સાવરકરનો વિરોધ નથી કર્યો: ફડણવીસે બચાવ કર્યો કે…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button