અજિત પવારે ક્યારેય સાવરકરનો વિરોધ નથી કર્યો: ફડણવીસે બચાવ કર્યો કે…

મુંબઈ: રાજ્યમાં પાલિકા ચૂંટણી માટે પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. આ ચૂંટણીમાં ભાજપ (ભારતીય જનતા પાર્ટી), શિવસેના (એકનાથ શિંદે) અને અજિત પવારની એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી) ઘણી જગ્યાએ આમને-સામને છે. આવે સમયે, મહાગઠબંધનના નેતાઓ એકબીજાને દોષી ઠેરવી રહ્યા હોવાથી રાજકારણમાં ખાસ્સો ગરમાવો જોવા મળી રહ્યો છે.
આ પરિસ્થિતિમાં ભાજપના નેતા આશિષ શેલારે અજિત પવારની ટીકા કરી છે. શેલારે કહ્યું કે અજિત પવારે સાવરકરના વિચારોને સ્વીકારવા પડશે.’ તેમના નિવેદન બાદ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ અંગે પ્રતિક્રિયા આપી સૂચક ટિપ્પણી કરી છે કે ‘અજિત પવારે ક્યારેય સાવરકરનો વિરોધ કર્યો નથી અને સાવરકરનો વિરોધ અમે સ્વીકારતા નથી.’
આ પણ વાંચો : ગુજરાતની આ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ભણશે PM મોદીના પુસ્તક ‘જ્યોતિપુંજ’ અને સાવરકરની આત્મકથા, જાણો સિલેબસ
ભાજપના નેતા આશિષ શેલારની અજીત પવાર વિશે ટિપ્પણી બાદ પત્રકારોએ સીએમ દેવેન્દ્ર ફડણવીસને સવાલ કરતા તેમણે જણાવ્યું હતું કે ‘હું નથી માનતો કે અજિત પવાર વીર સાવરકરની વિચારધારાનો વિરોધ કરે.
તેમણે ક્યારેય સાવરકરના વિચારધારાનો વિરોધ કર્યો નથી. આજ સુધી મેં તેમને વિરોધ કરતા જોયા નથી. જોકે, અમારું વલણ મક્કમ છે કે અમે વીર સાવરકરની વિચારધારાના વિરોધને સ્વીકારતા નથી.



