નાગપુર હિંસાનો દોષ છાવા ફિલ્મને માથે નાખીને ફડણવીસ નબળાઈ દેખાડે છે: શિવસેના (યુબીટી)…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શિવસેના (યુબીટી)એ ગુરુવારે કહ્યું હતું કે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ દ્વારા નાગપુર હિંસા માટે ‘છાવા’ ફિલ્મને દોષ આપવામાં આવ્યો તે તેમની નબળાઈ દેખાડી રહી છે. શિવસેના (યુબીટી)ના મુખપત્ર સામનામાં કટાક્ષમાં એવો સવાલ કરવામાં આવ્યો હતો કે શું ભાજપના નેતૃત્વ હેઠળની સરકાર આ ફિલ્મના એક્ટર, ડિરેક્ટર અને પ્રોડ્યુસર પર ગુનો નોંધવાનો વિચાર કરી રહ્યા છે?
આ પણ વાંચો : નાગપુર હિંસા પૂર્વયોજિત લાગે છે, ‘છાવા’ ફિલ્મે લોકોની ભાવનાઓને ફરી ભડકાવી: ફડણવીસ…
મંગળવારે ફડણવીસે એવું નિવેદન આપ્યું હતું કે આ ફિલ્મમાં ઔરંગઝેબની વાસ્તવિકતા જોઈને લોકોની લાગણી ઉશ્કેરાઈ હતી. સામનાના તંત્રીલેખમાં જણાવવામાં આવ્યું હતું કે સંભાજી મહારાજની ક્રુર હત્યા એ જાણીતો ઈતિહાસ છે. આના પર અને ઐતિહાસિક પુસ્તકો અને નવલકથાઓ લખવામાં આવી છે. આરએસએસના દિવંગત વડા એમ. એસ. ગોલવલકર અને સ્વાતંત્ર્ય સેનાની સાવરકરે પણ સંભાજી મહારાજની હત્યા અંગે અત્યંત આકરા શબ્દોમાં લખાણ કર્યું હોવા છતાં ક્યારેય હિંસા નથી થઈ અને હવે એક ફિલ્મને જોઈને હિંસા કેવી રીતે થઈ શકે છે?