આમચી મુંબઈમહારાષ્ટ્ર

ફડણવીસ ભાજપના અધ્યક્ષ?

મીડિયા દ્વારા જન્માવેલ અને મીડિયા સુધી મર્યાદિત: ફડણવીસનો ખુલાસો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
ભાજપના અધ્યક્ષ તરીકે નામની ચર્ચા થઈ રહી હોવાના અહેવાલોને નકારી કાઢતાં રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે કહ્યું હતું કે આ અહેવાલો મીડિયાની પેદાશ છે અને મીડિયા સુધી જ મર્યાદિત છે.

અખબારી અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે ભાજપના સિનિયર નેતા દેવેન્દ્ર ફડણવીસને કેન્દ્રીય પ્રધાનમંડળમાં સ્થાન મેળવનારા જે. પી. નડ્ડાને સ્થાને ભાજપના અધ્યક્ષ બનાવવામાં આવશે.

આ પણ વાંચો: વિશાલગઢ કિલ્લા પર હિંસા કરનારાઓને દેવેન્દ્ર ફડણવીસે આપી આ ચેતવણી…

અહીં ઉલ્લેખનીય છે કે ફડણવીસે શુક્રવારે નાગપુર જિલ્લા આયોજન સમિતિની બેઠકની અધ્યક્ષતા કરીહતી. જ્યારે પત્રકારોએ તેમને ભાજપના આગામી અધ્યક્ષ તરીકેની ચર્ચાઓ બાબતે સવાલ કર્યા ત્યારે તેમણે કહ્યું હતું કે આ વાતો મીડિયા દ્વારા ફેલાવવામાં આવી હતી અને મીડિયા પૂરતી જ મર્યાદિત છે.

તેમણે એમ પણ કહ્યું હતું કે વીજ બિલ માફીનો સરકારી ઠરાવ (જીઆર) બહાર પાડી દેવામાં આવ્યો છે. હવે ખેડૂતોને આગામી પાંચવર્ષ સુધી કોઈ ટેક્સ ભરવાની આવશ્યકતા નથી. પાંચ વર્ષ પછી પણ વીજળીનું બિલ ભરવું પડશે નહીં, કેમ કે આગામી સરકાર પણ અમારી જ આવવાની છે. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button