ફ્રી-વેને ઘાટકોપરથી થાણે સુધી લંબાવવાને મંજૂરી
આ સહિત અનેક પ્રોજેક્ટ માટે કૉન્ટ્રેક્ટર નિમવાને એમએમઆરડીએની લીલીઝંડી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ટ્રાફિકની સમસ્યાને ઘટાડવા અને કનેક્ટિવિટી સુધારવા માટે મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)ની એક્ઝિક્યુટિવ કમિટીની બેઠક યોજાઈ હતી, જેમા મુંંબઈ અને થાણેના મુખ્ય રસ્તાના ઈન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ માટે કૉન્ટ્રેક્ટરોની નિમણૂક કરવાને મંજૂરી આપવામાં આવી હતી. આ પ્રોજેક્ટ અંતર્ગત ૫૦ કિલોમીટર કરતા વધુ લંબાઈના રસ્તાના બાંધકામ અને પહોળા કરવાના કામ કરવામાં આવવાના છે. એમએમઆરડીએના જણાવ્યા મુજબ લગબગ ૧૨,૫૦૦ કરોડ રૂપિયાના ખર્ચે નવ પ્રોજેક્ટ માટે આ કૉન્ટ્રેક્ટર નીમવામાં આવ્યા છે.
આ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને કારણે મુંબઈ અને થાણેના ટ્રાફિકમાં સુધારો લાવવામાં મદદ મળશે. આ પ્રોજેક્ટે કારણે મુંબઈ મેટ્રોપોલિટન રિજનના વિસ્તારોમાં ક્નેક્ટિવિટીમાં સુધારો થશે એવો દાવો એમએમઆરડીએના કમિશનર સંજય મુખર્જીએ કર્યો હતો.
અનેક પ્રોજેક્ટ માટે કૉન્ટ્રેક્ટર નિમવાનો પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યો છે, જેમાં મુખ્યત્વે એલિવેટેડ ઈસ્ટર્ન ફ્રી-વેને ઘાટકોપરના છેડા નગરથી થાણે સુધી આગળ વધારવામાં આવવાનો છે. ૧૨.૯૫૫ કિલોમીટર લંબાઈના ત્રણ બાય ત્રણની લેનનો આ રસ્તો માનખુર્દથી થાણેના આનંદ નગરને જોડશે. આ પ્રોજેક્ટ પાછળ ૨,૬૮૨ કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે.
ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર થાણે આનંદ નગરથી સાકેત સુધી ૮.૨૪ કિલોમીટરનો એલિવેટેડ રોડ બનાવવામાં આવવાનો છે, તે પાછળ ૧,૮૪૭.૭૨ કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે.
બાળકુમથી ગાયમુખ નેશનલ હાઈવે ૩ કનેક્ટર ઘોડબંદર બાયપાસ ડીપી રોડ (થાણે-કોસ્ટલ રોડ)નું કામ હાથ ધરાશે. ૧૩.૪૫ કિલોમીટર લંબાઈનો આ રસ્તો કલવા ખાડી પરથી પસાર થવાનો છે. આ પ્રોજેક્ટનો ખર્ચ ૨,૭૨૭ કરોડ રૂપિયા છે.
કાસારવડવલીથી ભીવંડીના ખારબાવ વચ્ચે ૩.૯૩ કિલોમીટર લંબાઈનો ખાડી પુલ અને રસ્તો બનવાનો છે, આ રસ્તો મલ્ટિ મોડેલ કોરિડોર, થાણેની ખાડી અને બુલેટ ટ્રેન માર્ગને જેવા મુખ્ય રસ્તાને પાસ કરવાનો છે. આ રોડ માટે ૧,૫૨૫.૩૧ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવવાનો છે.
Also Read –