આમચી મુંબઈ

મુંબઈમાં વધુ એક મેટ્રો માટે મહત્ત્વના સમાચાર, એન્જિનિયરિંગ ક્ષેત્રે કરી કમાલ

મુંબઈ: મુંબઈ મેટ્રો લાઇન-૭એ માટે તહેનાત કરાયેલા બોરિંગ મશીન દ્વારા અંધેરી (પૂર્વ) અને શહેરના એરપોર્ટ વચ્ચે ૧.૬૪૭ કિલોમીટરની અંડરગ્રાઉન્ડ ટનલ ખોદવાનું કામ પૂર્ણ કરી નવી સિદ્ધિ પ્રાપ્ત કરાઇ છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડિવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) દ્વારા મુંબઈના મેટ્રો નેટવર્કની પ્રથમ અંડરગ્રાઉન્ડ ટનલનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં અંધેરી પૂર્વના બામનવાડા નજીક ટનલ બોરિંગ મશીન (ટીબીએમ) ‘દિશા’ દ્વારા આ ઐતિહાસિક તબક્કો પાર પાડવામાં આવ્યો હતો.

આપણ વાંચો: મેટ્રો માટે લાઇનમાં ઊભા રહેવાની માથાકૂટથી મુકિત્ મળશે મુંબઈગરાઓને

આ ટનલ અંધેરી પૂર્વ અને છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (સીએસએમઆઇએ)ને જોડશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું. એમએમઆરડીએએ એક્સ પર પોસ્ટ કરીને આ અંગે માહિતી આપી હતી અને કહ્યું હતું કે આ ઐતિહાસિક સિદ્ધિ અને એન્જિનિયરિંગ અજાયબી છે. દરમિયાન મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ આ સિદ્ધિને બિરાદાવતા કહ્યું હતું કે આગામી વર્ષના અંત સુધીમાં મુંબઈમાં વધુ 150 કિલોમીટરના મેટ્રો કોરિડોરનું કામ સંપન્ન કરવાની અપેક્ષા છે.

૬.૩૫ મીટર વ્યાસની ૧.૬૪૧ કિલોમીટરની આ ટનલ દહિસર પૂર્વ અને અંધેરી પૂર્વ વચ્ચેની મેટ્રો-૭ને સીએસએમઆઇએને જોડનારી મહત્ત્વની છે. આ લાઇન દ્વારા એરપોર્ટને વધુ એક મેટ્રો કનેકશન તથા અન્ય મેટ્રો લાઇનોને ઇન્ટરચેન્જ મળશે, એમ એમએમઆરડીએના સૂત્રોએ જણાવ્યું હતું.

આપણ વાંચો: મુંબઈગરાઓ માટે ખુશખબરઃ મીઠી નદીની નીચેથી દોડાવાશે મેટ્રો ટ્રેન, જુઓ સ્ટેશનની તસવીરો…

આ ઐતિહાસિક સિદ્ધિની ઉજવણી નિમિત્તે મુખ્ય પ્રધાન સિવાય એમએમઆરડીએના કમિશનર ડો. સંજય મુખરજી, એડિશનલ કમિશનરો વિક્રમ કુમાર અને અશ્વિન મુદગલ તથા અન્ય અગ્રણીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.

અંદાજે ૩.૪ કિલોમીટર લાંબી મેટ્રો-૭એ આંશિક રીતે એલિવેટેડ હશે તથા સહાર એલિવેટેડ રોડ અને વેસ્ટર્ન એકસપ્રેસ હાઇવેને સમાંતર દોડશે. ટીબીએમ દિશાએ ટનલ ખોદવાનું કામ સપ્ટેમ્બર, ૨૦૨૩માં શરૂ કર્યું હતું. 
(પીટીઆઇ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button