ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડના વાંધાજનક વીડિયો તેની માતાને મોકલ્યા: યુવકની ધરપકડ

મુંબઈ: ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડના વાંધાજનક વીડિયો તેની માતા અને કાકાને મોકલવા બદલ આઝાદ મેદાન પોલીસે 22 વર્ષના યુવકની ધરપકડ કરી હતી. યુવકની ઓળખ તૌહિદ ઝમીર શરીફ તરીકે થઇ હોઇ તે કર્ણાટકના મૈસૂરનો રહેવાસી છે. મુંબઈ લવાયા બાદ તૌહિદને કોર્ટમાં હાજર કરતાં તેને પોલીસ કસ્ટડી ફટકારાઇ હતી.
દક્ષિણ મુંબઈમાં રહેતી 20 વર્ષની યુવતીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે કર્ણાટકમાં આરોપી તૌહિદ શરીફ સાથે તેના સંબંધ હતા, જેની સામે માતા-પિતાનો વિરોધ હતો. આથી તેને અભ્યાસ ચાલુ રાખવા માટે 2022માં મુંબઈમાં કાકાને ત્યાં મોકલી આપવામાં આવી હતી.
આ પણ વાંચો: સલમાન ખાને કેમ કહ્યું કે તે તેની એક્સ ગર્લફ્રેન્ડથી દૂર જ રહે છે
મુંબઈમાં 24 જાન્યુઆરીથી એર હોસ્ટેસનો કોર્સ કરતી વખતે તેણે તૌહિદ સાથે સહમતીથી શારીરિક સંબંધ બાંધ્યા હતા. તૌહિદ એ સમયે તેના વાંધાજનક વીડિયો ઉતારી લીધા હતા.
19 જૂને તે તૌહિદને મળી હતી, ત્યારે તૌહિદે ચારિત્ર્ય પર શંકા કરી તેની મારપીટ કરી હતી. આથી તેણે કાકાની મદદથી તૌહિદ વિરુદ્ધ બિનજામીનપાત્ર ગુનો દાખલ કરાવ્યો હતો. બીજી તરફ તેનાં માતા-પિતાએ પણ કર્ણ્રાટકમાં તૌહિદ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો.
દરમિયાન તૌહિદે યુવતીના વાંધાજનક વીડિયો તેની માતા અને કાકાને મોકલ્યા હતા, જેને પગલે તૌહિદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવાતાં ગુનો દાખલ કરાયો હતો.