આમચી મુંબઈ
પાલઘરમાં બે દિવસ બાદ પણ ઓપરેટર માટીના ઢગલા હેઠળ જ દબાયેલો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પાલઘર જિલ્લામાં સૂર્યા વોટર પ્રોજેક્ટ સાઈટ પર માટી ધસી પડતા માટીના ઢગલા નીચે ફસાયેલો મશીન ઓપરેટર રાકેશકુમારને ઘટનાના ત્રણ દિવસ બાદ પણ બહાર કાઢવામાં સફળતા મળી નથી.
વર્સોવા ખાડી પુલ પાસે બુધવારે રાતના ૯.૩૦ વાગ્યાની આસપાસ સૂર્યાવોટર પ્રોજેક્ટ માટે ટનલનું ખોદકામ ચાલી રહ્યું હતું ત્યારે જમીન ધસી પડી હતી. આ દુર્ઘટનામાં માટીના ઢગલા નીચે પોકલેન મશીન ઓપરેટર સહિત અન્ય કર્મચારી અટવાઈ ગયા હતા. તેમને બહાર કાઢવા માટે એનડીઆરએફની ટુકડી બચાવ કામગીરી કરી રહી છે. પરંતુ મોટા પ્રમાણમાં માટીનો ઢગલો નીચે બેસી ગયો છે અને લગભગ ૫૦થી ૬૦ ફૂટ નીચે સુધી દબાઈ ગયો છે. આ માટીના ઢગલાને હટાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે, જે માટે શ્ર્વાનની પણ મદદ લેવામાં આવી રહી છે.