આવા સ્ટંટ જીવલેણ સાબિત થઈ શકે છે તેમ છતાં લોકો કેમ સમજતા નથી…..
મુંબઈ: બાઈક પર સ્ટંટ કરવાનો ક્રેઝ મોટાભાગે યુવાનોમાં જોવા મળતો હોય છે પરંતુ ક્યારેક કપલ્સ પણ આવી હરકતો કરતા હોય છે. જો કે કોઈપણ વાહન ચલાવતી વખતે સ્ટંટ કરવો એ જીવલેણ સાબિત થઈ શકે છે પરંતુ તેમ છતાં લોકો સમજતા જ નથી કોણ જાણે એમને શું સાબિત કરી દેવું હોય છે. ઘણીવાર બાઇક, સ્કૂટર અથવા કાર પર જીવલેણ સ્ટંટ કરતો લોકો જોવા મળે છે.
આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે જેમાં એક કપલ સ્કૂટર પર અશ્લીલ સ્ટંટ કરતા જોવા મળી રહ્યું છે. બંને મુંબઈના બાંદ્રા રિક્લેમેશન રોડ પર આવા બકવાસ સ્ટંટ કરતા જોવા મળ્યા હતા. વાઈરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવક ટુ વ્હીલર ચલાવી રહ્યો છે અને તેની મહિલા પાર્ટનર તેની સામેની દિશામાં તેના ખોળામાં બેઠી છે.
એટલું જ નહી બંને જણા એકબીજાને શાલ ઓઢાડીને જાહેરમાં અશ્લીલ હરકતો કરી રહ્યા છે. આવા સ્ટંટ કરતી વખતે બંનેમાંથી કોઈએ હેલમેટ પણ પહેર્યું નથી. સોશિયલ મિડીયા પર આ વિડીયો પોસ્ટ કરીને તેમાં મુંબઈ પોલીસને ટેગ કરીને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.
ત્યારે આ વિડીયોને જોઈને ઘણા લોકો કમેન્ટ કરી રહ્યા છે જેમાં એક યુઝર્સે લખ્યું હતું કે આ સ્ટંટ ફક્ત તેમના માટે જ નહી પરંતુ આજુબાજુમાં ચાલતા અને વ્હીકલ ચલાવતા તમામ લોકો માટે જોખમી છે.