રાજયમાં નવજાત બાળકોના મૃત્યુને લઈને સમિતિની સ્થાપના
મુંબઈ: મહારાષ્ટ્રનું આરોગ્ય વિભાગ સક્ષમ હોવા છતાં રાજ્યમાં નવજાત બાળકોના મૃત્યુનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે જે ગંભીર ચિંતાનો વિષય બન્યો છે. રાજ્યમાં નવજાત બાળકોના મૃત્યુને લઈને સમિતિની સ્થાપના કરવામાં આવી છે. વિધાનસભાના શિયાળુ સત્રમાં રાજ્યના સ્વાસ્થ્ય પ્રધાન ડૉ. તનાજી સાવંતે આ મામલે જણાવ્યુ હતું કે નવજાત બાળકોના મૃત્યુને લઈને આ સમિતિ એક મહિનાની અંદર અહેવાલ રજૂ કરશે જેમાં નવજાત બાળકોના મૃત્યુને રોકવા માટેના ઉપાયો પણ સૂચવવામાં આવશે.
તનાજી સાવંતે આગળ વધારતા જણાવ્યુ કે રાજ્યમાં રોજે લગભગ ૪૦ જેટલા નવજાત બાળકોના મોત થાય છે. મહારાષ્ટ્ર નવજાત બાળકોની મોતને લઈને ત્રીજા સ્થાને છે જે ગર્વની બાબત નથી. રાજ્યના દરેક હોસ્પિટલોમાં પૂરતો સ્ટાફ અને કર્મચારીઓ હોવા છતાં આ મોત થઈ રહ્યા છે. એવું આશિષ શેલારે જણાવ્યુ હતું.
સમિતિ વિશે વધુ જણાવતા સાવંતે કહ્યું કે આ સમિતિમાં ખાનગી હોસ્પિટલોના નિષ્ણાત ડોક્ટરો પણ હશે સાથે જ રાજ્યના દુર્ગમ વિસ્તારોમાં ફરજ બજાવથી સંસ્થાના પણ સદસ્યોને પણ સામેલ કરવામાં આવશે.
આ સમિતિ રાજ્યમાં નવજાત બાળકોના મોત પાછળનું કારણ જાની આ મામલે ઉપાય યોજના અને માર્ગદર્શન કરશે. સમિતિ દ્વારા રાજ્યની દરેક હોસ્પિટલોની તપાસ કરવામાં આવશે અને ઈમારતોની પણ માહિતી મેળવવામાં આવશે. આ સમિતિ માટે ૨૯ નવેમ્બરથી ૧૨ ડિસેમ્બર સુધી ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી જણા પરિણામો આવતા મહિને જાહેર જારવમ આવશે અને ત્યારબાદ આ મામલે તપાસ શરૂ કરવામાં આવશે