કોસ્ટલ રોડ પર હૉર્ડિંગ્સ લગાવવા સામે એન્યવાર્યમેન્ટલ ઍક્ટિવિસ્ટોનો વિરોધ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ કોસ્ટલ રોડ પર છ હૉર્ડિંગ્સ લગાવવાની મુંબઈ મહાનગરપાલિકાની યોજનાનો સ્થાનિક રહેવાસીઓે ભારે કરી રહ્યા છે. તેમના વિરોધ બાદ હવે પર્યાવરણવાદીઓએ પણ પાલિકાની આ યોજના સામે વાંધો ઉઠાવ્યો છે. તેઓએ પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીને પત્ર લખીને હાલના કાયદા અને સુપ્રીમ કોર્ટના નિર્દેશનું પાલન કરવા વિનંતી કરી છે. સાથે જ તેમણે કોસ્ટલ રોડ પર હૉર્ડિંગ્સ લગાવવાની યોજનાને સ્થાગિત કરવાની પણ વિનંતી કરી છે.
આ પણ વાંચો: કોસ્ટલ રોડ પર હૉર્ડિંગ મુદ્દે આદિત્ય ઠાકરે અને મિલિંદ દેવરામાં જામી
એન્યવાર્યમેન્ટલ ઍક્ટિવિસ્ટ ઝોરુ ભાઠેના અને સ્ટાલિન ડીએ કમિશનરને પત્ર લખ્યો છે, તેમાં તેમણે લખ્યું છે કે આખો કોસ્ટલ રોડની કલ્પના હરિયાળી અને પબ્લિક સ્પેસ તરીકે કરવામાં આવી હતી, તેમાં કોઈ પણ પ્રકારનો વ્યાપારિક ઉપયોગ કરવામાં આવશે નહીં એવું પણ નક્કી કરવામાં આવ્યું હતું. પાલિકાએ કોસ્ટલ રોડ પર હૉર્ડિંગસ કે કમર્શિયલ સાઈનબોર્ડ લગાવવા માટે ના તો અરજી કરી છે કે ના તો તેમને મંજૂરી આપવામાં આવી છે. વધુમાં સુપ્રીમ કોર્ટનો ૨૦૧૯નો આદેશ છે, જે પાલિકાને આ વિસ્તારમાં કોઈ પણ પ્રકારના વિકાસકાર્ય હાથ ધરવાથી રોકે છે.
આ પત્રમાં સ્ટાલિન ડી દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું છે. પત્રમાં એવું પણ લખવામાં આવ્યું છે કે કોસ્ટલ રેગ્યુલેશન ઝોન (સીઆરઝેડ) નિયમ અનુસાર રીક્લેમ કરેલી જમીન (ભરણી કરીને ઊભી કરવામાં આવેલી જમીન)નો ઉપયોગ ફક્ત જાહેર હિત માટે થઈ શકે છે. તેનો કમર્શિયલ ઉપયોગ કરવાની મંજૂરી નથી. તેથી પાલિકાએ સુપ્રીમ કોર્ટના આ આદેશનું માન રાખે અને સીઆરઝેડ નિયમ હેઠળ દર્શાવેલ પ્રતિબંધનું પાલન કરે.
આ પણ વાંચો: મુંબઈમાં કોસ્ટલ રોડના રૂટનો વિરોધ કરતી અરજી હાઈ કોર્ટે ફગાવી
નોંધનીય છે કે આ અગાઉ કોસ્ટલ રોડ પર હૉર્ડિંગ્સ લગાવવા સામે નેપિયન સી રોડ અને બ્રીચ કેન્ડીના રહેવાસીઓને એક ઓનલાઈન પિટિશન શરૂ કરી છે, જેમાં અઠવાડિયામાં જ ૬,૦૦૦થી વધુ લોકોએ સહી કરીને સમર્થન આપ્યું છે. પાલિકા પ્રશાસનને તેમના નિર્ણય પર પુનર્વિચાર કરવાની વિનંતી કરવામાં આવી છે. સ્થાનિક રહેવાસીઓ ઓનલાઈન પિટીશન કરીને હૉર્ડિંગ્સ લગાવવા સામે વિરોધ કરી રહ્યા છે, તેમની દલીલ છે કે હૉર્ડિંગ્સ શહેરના સુંદરતા, સલામતી, ઈકોલોજી અને હેરિટેજને નુકસાન પહોંચાડી શકે છે.
આ દરમિયાન પાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ રીક્લેમ કરેલી જમીન માટે કોઈ હૉર્ડિંગ્સનો પ્રસ્તાવ આવ્યો નથી. જોકે ટાટા ગાર્ડનની જમીન માટે મંજૂર કરાયેલા ચાર હૉર્ડિંગ્સ જોકે અસર થઈ છે કારણકે આ વિસ્તાર સીઆરઝેડમાં ઝોન-બેમા આવે છે.