આમચી મુંબઈ

મહારાષ્ટ્રમાં કોરોનાના સબ-વેરિયન્ટની એન્ટ્રી, થાણે-પુણેમાં આટલા કેસ

મુંબઈઃ કોરોના મહામારીના અંત પછી પણ હજુ મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાં કોરોનાના કેસની સંખ્યા નોંધાય છે, જેમાં તાજેતરમાં કોવિડ-19ના નવા વેરિયન્ટ KP.2ના 91 કેસ નોંધાયા છે. એનાથી આરોગ્ય પ્રશાસન સતર્ક બની ગયું છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

મહારાષ્ટ્રના થાણે અને પુણે સહિત અન્ય શહેરમાં કોરોનાના નવા વેરિયન્ટના કેસ નોંધાયા છે, પરંતુ કોઈ ગંભીર સ્થિતિ નથી. કોવિડના સબ-વેરિયન્ટના 91 કેસ નોંધાયા છે. આ કોવિડ-19 ઓમિક્રોનના સબ-વેરિયન્ટ KP.2 છે. એનો પહેલો કેસ જાન્યુઆરીમાં નોંધાયો હતો. મહારાષ્ટ્રમાં પુણેમાં એકાવન અને થાણેમાં 20 કેસ નોંધાયા છે.

માર્ચ અને એપ્રિલમાં તેની સંખ્યા વધારે જોવા મળી હતી, પરંતુ મોટા ભાગના કિસ્સામાં કોઈ હોસ્પિટલમાં દાખલ થયું નહોતું. માર્ચમાં કોવિડના કેસની સંખ્યા વધી હતી. લગભગ 250 જેટલા કેસ નોંધાયા હતા, જે કેપી-ટૂ સંક્રમણનું કારણ બન્યું હતું.
મહારાષ્ટ્રમાં સૌથી પહેલા જાન્યુઆરીમાં કેપી2નો કેસ જોવા મળ્યો હતો. પુણે, થાણે, સિવાય અમરાવતી અને ઔરંગાબાદમાં સાત-સાત કેસ નોંધાયા છે. આ ઉપરાંત, સોલાપુરમાં બે, અહેમદનગર, નાશિક, લાતુર અને સાંગલીમાં એક-એક કેસ નોંધાયા છે.

સૌથી ચોંકાવનારી વાત એ છે કે અમેરિકામાં કોરોનાના સબ-વેરિયન્ટના કેસમાં વધારો થયો છે. ડોક્ટરે કહ્યું છે કે કેપી.ટૂ જે FLiRT વેરિયન્ટનો હિસ્સો છે. આ કેસમાં હોસ્પિટલમાં ભરતી થવાનું પ્રમાણ ઓછું રહે છે. FLiRT વેરિયન્ટ, કેપી.ટૂ અને કેપી.1.1ના કેસ અમેરિકામાં જોવા મળે છે અને દર્દીઓમાં ઓમિક્રોનના કેસ જોવા મળે છે.

કોરોના કેસ ડિસેમ્બર, 2019માં સૌથી વધુ જોવા મળ્યા હતા ત્યાર બાદ ધીમે ધીમે અન્ય દેશમાં સંક્રમણ વધ્યું હતું. પશ્ચિમના રાષ્ટ્રોમાં સંક્રમણ વધ્યા પછી પણ હજારો-લાખો લોકોના મોત થયા હતા, ત્યાર બાદ અનેક વેરિયન્ટ આવ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button