આમચી મુંબઈ

વંશવાદનો ખાતમો થયો: મુખ્ય પ્રધાન

મુંબઈ: વિધાનસભ્યોની અપાત્રતાની પિટિશન પરના ચુકાદા બાદ પહેલી પ્રતિક્રિયા આપતાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ બુધવારે કહ્યું હતું કે ચુકાદો મેરિટ અનુસાર જ આવ્યો છે. અમારી પાસે બહુમત છે, આથી ચુકાદો અમારી તરફેણમાં આવશે એમ મેં પહેલાં જ કહ્યું હતું. શિંદે જૂથના 16 વિધાનસભ્યો પાત્ર સિદ્ધ થયા છે અને વ્હીપ તરીકે ભરત ગોગાવલેના વ્હીપને માન્યતા આપવામાં આવી છે.

શિંદેએ કહ્યું હતું કે લોકશાહીમાં બહુમતને મહત્ત્વ હોય છે. ચૂંટણી પંચે પણ અમારી શિવસેના વાસ્તવિક હોવાનું માન્ય રાખ્યું હતું. એકાધિકારશાહી અને વંશવાદનો આ ચૂકાદામાં ખાતમો કરવામાં આવ્યો છે. કોઈપણ વ્યક્તિ પાર્ટીમાં પોતાની મનમાની કરીને નિર્ણયો લઈ શકે નહીં. લોકશાહીમાં કોઈ પક્ષપ્રમુખ પાર્ટીમાં મનમાની કરતો હોય તો પક્ષના અન્ય સબ્યોને તેના વિરુદ્ધ અવાજ ઉઠાવવાનો અધિકાર છે. આવા સમયે બંધારણની દસમી સૂચીની (પક્ષપલટા વિરોધી) જોગવાઈઓ લાગુ પડતી નથી. આથી પક્ષપ્રમુખ કે પક્ષાધ્યક્ષનો એકલાનો મત આખા પક્ષનો મત થતો નથી. કોઈપણ રાજકીય પક્ષ એકલા માણસની ખાનગી મિલકત હોઈ શકે નહીં, એમ તેમણે કહ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button