આમચી મુંબઈમહારાષ્ટ્ર

મહિલાઓ, ખેડૂતો, ઓબીસી-આદિવાસીઓ બધાને જ ખુશ કરવા માટેના પ્રયાસ: મુંબઈ-થાણેના રહેવાસીઓને પેટ્રોલ-ડીઝલના દરમાં મોટી રાહત

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
લોકસભાની ચૂંટણીમાં રાજ્યની સત્તાધારી મહાયુતિના નબળા દેખાવને પગલે આગામી વિધાનસભાની ચૂંટણીમાં સત્તા હાંસલ કરવા માટે શુક્રવારે રજૂ કરવામાં આવેલા રાજ્યના એડિશનલ બજેટમાં મહિલાઓ, ખેડૂતો, ઓબીસી અને આદિવાસી સમાજ, તૃતીયપંથી સમાજ, કામગાર વર્ગ, મુસ્લિમ સમાજ, વારકરી સમાજ બધાને જ ખુશ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

મુંબઈ અને થાણેના નાગરિકોને પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટી રાહત આપીને તેમને પણ ખુશ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું જોવા મળ્યું હતું. આ બજેટને ચૂંટણીને ધ્યાનમાં રાખીને બધાને ખુશ કરવા માટે બનાવવામાં આવ્યું હોવાનું લાગી રહ્યું હતું.

મહારાષ્ટ્રની ભવ્ય આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પરંપરા ધરાવતા વારકરી સમાજ માટે ‘મુખ્યમંત્રી વારકરી સંપ્રદાય મહામંડળ’, પંઢરપુરની વારીના વૈશ્ર્વિક નામાંકન માટે યુનેસ્કોને દરખાસ્ત મોકલવાની જાહેરાત, વારીના મુખ્ય પાલખીઓની દિંડી દીઠ 20 હજાર રૂપિયાનું અનુદાન, ‘નિર્મળ વારી’ યોજના માટે 36 કરોડનું ભંડોળ, 21 થી 60 વર્ષની પાત્ર મહિલાઓ પ્રત્યેકને ‘મુખ્યમંત્રી મારી લાડકી બહેન યોજના’ હેઠળ દર મહિને રૂ. 1500, ‘પિંક ઇ-રિક્ષા’ યોજના હેઠળ મહિલાઓને રિક્ષા વ્યવસાય માટે આર્થિક સહાય પૂરી પાડવી, ‘મુખ્યમંત્રી અન્નપૂર્ણા યોજના’ હેઠળ રાજ્યના 52 (બાવન) લાખ પરિવારોને દર વર્ષે ત્રણ ગેસ સિલિન્ડર મફત, મહિલાઓને નાના ઉદ્યોગ સાહસો માટે ‘પુણ્યશ્લોક અહિલ્યા દેવી સ્ટાર્ટઅપ યોજના’, તેમના માટે 15 લાખ સુધીની લોનના વ્યાજની ચુકવણી, તમામ વ્યાવસાયિકો માટે શૈક્ષણિક અને પરીક્ષા ફીની સંપૂર્ણ ભરપાઈ.

આ પણ વાંચો: નિર્મલા સીતારમણ નહીં લડે લોકસભા ચૂંટણી, કહ્યું, ‘મારી પાસે ચૂંટણી લડવા Budget નથી’

ચાલુ વર્ષથી ઓબીસી અને આર્થિક રીતે નબળા વર્ગની છોકરીઓ માટે એન્જિનિયરિંગ, મટીરિયલ્સ સાયન્સ, ફાર્મસી, મેડિકલ, એગ્રીકલ્ચરના અભ્યાસક્રમો માટેની ફી, રાજ્યના 10 લાખ યુવાનોને નોકરી પર તાલીમ અને દર મહિને રૂ. 10,000 સુધીનું ટ્યુશન સ્ટાઇપેન્ડ. ‘મુખ્યમંત્રી યુવા કાર્યપ્રશિક્ષણ યોજના’ની જાહેરાત, ‘મુખ્યમંત્રી બલિરાજા ક્ધસેશન સ્કીમ’ હેઠળ રાજ્યના 44 લાખ ખેડૂતોને મફત વિજ પુરવઠો, દૂધ ઉત્પાદક ખેડૂતોને પ્રતિ લિટર રૂ.5ની સબસિડી, લઘુમતી સમાજના વિદ્યાર્થીઓને વિદેશી શિક્ષણ માટે શિષ્યવૃત્તિ, નવી મુંબઈમાં મહાપે ખાતે જેમ્સ એન્ડ જ્વેલરી પાર્ક, સિંધુદુર્ગમાં રૂ. 66 કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય ડાઈવિંગ સેન્ટર અને સ્કુબા ડાઈવિંગ સેન્ટરનું નિર્માણ, બારી સમુદાય માટે ‘સંત શ્રી રૂપલાલ મહારાજ ઈકોનોમિક ડેવલપમેન્ટ કોર્પોરેશન’ની સ્થાપના, સ્વરાજ્યની રાજધાની રાયગઢ ખાતે દર વર્ષે શિવાજીના રાજ્યાભિષેક સમારોહનું આયોજન.

ખેડૂતો, મજૂરો, વિદ્યાર્થીઓ, મહારાષ્ટ્રના ગૌરવ અને આત્મસન્માનને વધારવાના ઘણા નિર્ણયો, વર્ષ 2024-25 માટે અજિત પવારે એડિશનલ બજેટ રજૂ કર્યું જેમાં મહિલાઓ, પછાત વર્ગો, આદિવાસીઓ, લઘુમતીઓ વગેરે જેવા તમામ તત્વો માટે ન્યાય, કૃષિ, ઉદ્યોગ, શિક્ષણ, વેપાર, આરોગ્ય, પ્રવાસન જેવા વિવિધ ક્ષેત્રોના વિકાસને મજબૂત બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button