આમચી મુંબઈ

પરેલમાં મતદાનમથકમાં ચૂંટણી અધિકારીનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ

મુંબઈ: દક્ષિણ મુંબઈ લોકસભા મતદારસંઘના મથદાનમથક ખાતે સોમવારે 56 વર્ષના ચૂંટણી અધિકારીનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હતું.

સુનીલ લક્ષ્મણનેે સોમવારે પરેલના ભોઇવાડા વિસ્તારમાં સેન્ટ પોલ હાઇ સ્કૂલમાં મથદાનમથક ખાતે તહેનાત કરવામાં આવ્યો હતો.

સુનીલ લક્ષ્મણ બપોરે અચાનક ફસડાઇ પડ્યો હતો, જેને પગલે ત્યાં હાજર પોલીસ અધિકારીઓ તેને સારવાર માટે નજીકની કેઇએમ હોસ્પિટલમાં લઇ ગયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.

દરમિયાન વરલી વિસ્તારમાં આવેલા મતદાનમથકમાં પણ હીટ સ્ટોકથી ઉદ્ધવ ઠાકરે જૂથના કાર્યકરનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button