ડોંબિવલીમાં સ્કૂલ બસે અડફેટમાં લેતાં વૃદ્ધાનું મોત…

થાણે: થાણે જિલ્લાના ડોંબિવલી પૂર્વમાં માર્ગ ઓળંગી રહેલી 69 વર્ષની વૃદ્ધાને પૂરઝડપે આવનારી સ્કૂલ બસે અડફેટમાં લેતાં તેનું મૃત્યુ થયું હતું. રામનગર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે શુક્રવારે સવારે આ અકસ્માત થયો હતો, જેમાં મૃત્યુ પામેલી વૃદ્ધાની ઓળખ સુપ્રિયા મરાઠે તરીકે થઇ હતી.
સુપ્રિયા માર્ગ ઓળંગી રહી હતી ત્યારે સ્કૂલ બસે તેને ટક્કર મારી હતી. સ્કૂલ બસ ભીડભાડવાળા વિસ્તારમાંથી પસાર થઇ રહી હતી. દરમિયાન અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલી સુપ્રિયાને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી, જ્યાં તેને મૃત જાહેર કરાઇ હતી.
રામનગર પોલીસે આ પ્રકરણે બસ ડ્રાઇવર મધુકર મિસ્ત્રીને તાબામાં લીધો હતો અને તેની વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને મોટર વેહિકલ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. (પીટીઆઇ)
આપણ વાંચો : બાઈકચાલકે ટ્રાફિક પોલીસને માર માર્યોઃ રસ્તા પર મારપીટનો વીડિયો વાઈરલ