દારૂ પીતી વખતે થયેલા વિવાદમાં વૃદ્ધની હત્યા: આરોપી પકડાયો | મુંબઈ સમાચાર

દારૂ પીતી વખતે થયેલા વિવાદમાં વૃદ્ધની હત્યા: આરોપી પકડાયો

પાલઘર: પાલઘર જિલ્લામાં દારૂ પીતી વખતે થયેલા વિવાદમાં 64 વર્ષના વૃદ્ધની ચાકુના ઘા ઝીંકી હત્યા કરવા બદલ 35 વર્ષના આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર કાસા ગામમાં મંગળવારે રાતે આ ઘટના બની હતી. આરોપી અને વૃદ્ધ તેમના કેટલાક મિત્રો સાથે રાતે દારૂ પીવા બેઠા હતા.

એ સમયે બંને વચ્ચે કોઇ બાબતે વિવાદ થતાં આરોપી ઉશ્કેરાયો હતો અને તેણે વૃદ્ધ પર ચાકુના ઘા ઝીંકી દીધા હતા.
કાસા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર અવિનાશ મંડલેએ જણાવ્યું હતું કે બનાવની જાણ થતા અમે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા, જ્યાં વૃદ્ધ લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઇ જવાયો હતો, જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલ્યા બાદ પોલીસે આ પ્રકરણે હત્યાનો ગુનો દાખલ કરીને આરોપીની ધરપકડ કરી હતી, એમ અધિકારીએ કહ્યું હતું.
(પીટીઆઇ)

આ પણ વાંચો…લોકલ ટ્રેનના મોટરમેનની સજાગતાએ અજાણી વ્યક્તિનો જીવ બચાવ્યો!

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button