આમચી મુંબઈમનોરંજન

એકતા કપૂર-શોભા કપૂર પર POCSO એક્ટ અંતર્ગત નોંધાયો કેસ, જાણો શું છે મામલો

મુંબઈઃ એકતા કપૂર અને તેની માતા શોભા કપૂર સામે POCSO એક્ટ અંતર્ગત ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમના પર સીરિઝ ગંદી બાતમાં એક સગીરાનો આપત્તિજનક સિન બતાવવાનો આરોપ છે. અત્યાર સુધીમાં આ સીરિઝની 6 સીઝન્સ આવી ચુકી છે.

ઓટીટી પ્લેટફોર્મ ALT Balajiની વેબ સીરિઝ ગંદી બાતની સીઝન 6ના એક એપિસોડમાં સગીરાના અશ્લીલ દ્રશ્યો બતાવવાનો આરોપ છે. જેને લઈ એકતા કપૂર અને તેની માતા શોભા કપૂર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદ મુજબ, ફેબ્રુઆરી 2021 થી એપ્રિલ 2021 વચ્ચે ઑલ્ટ બાલાજી પર સ્ટ્રીમ થયેલી આ સીરિઝમાં સગીરાના અશ્લીલ દ્રશ્યો બતાવ્યા છે. જોકે આ વિવાદીત એપિસોડ આ એપ પર હાલ સ્ટ્રીમ નથી થઈ રહ્યા.

આ પણ વાંચો : કોરિયોગ્રાફર રેમો ડિસોઝા અને તેની પત્ની લિઝલ મુશ્કેલીમાં, ડાન્સ ગ્રુપ સાથે 11.96 કરોડની છેતરપિંડીનો લાગ્યો આરોપ

ફરિયાદીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, વેબ સીરિઝ ‘ગંદી બાત’ સિઝન 6માં સિગારેટની જાહેરાતનો ઉપયોગ કરીને મહાપુરુષો અને સંતોનું અપમાન કરવામાં આવ્યું છે. જેના કારણે ફરિયાદીની લાગણી દુભાઈ છે. ઉપરાંત, આ સીરિઝના એક એપિસોડમાં POCSOના નિયમોનું ઉલ્લંઘન કરતા કેટલાક દ્રશ્યો પણ બતાવવામાં આવ્યા છે.

આ કાયદાઓનું કરવામાં આવ્યું ઉલ્લંઘન
તમામ આરોપોને જોતા એવું લાગે છે કે, POCSOની સાથે-સાથે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ 2000, વુમન પ્રોહિબિશન એક્ટ 1986 અને સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ્સ એક્ટ 2003 જેવા કાયદાઓનું પણ આ કન્ટેન્ટને કારણે ઉલ્લંઘન થયું છે. ઉલ્લેખનીય છે કે, એકતા કપૂર બાલાજી ટેલિફિલ્મ્સ લિમિટેડના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર અને ક્રિએટિવ હેડ છે, જ્યારે શોભા કપૂર તેની મેનેજિંગ ડિરેક્ટર છે. આ મામલે ફરિયાદ દાખલ થયા બાદ હાલમાં એકતા કપૂર કે શોભા કપૂર તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. તાજેતરમાં બાળકો પર બનેલી અશ્લીલ ફિલ્મો પર કોર્ટે કરેલી ટિપ્પણી બાદ તેની સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. 27 સપ્ટેમ્બર, 2024ના રોજ સુપ્રીમ કોર્ટે બાળકો સાથે જોડાયેલા અશ્લીલ કન્ટેન્ટને લઈ એક મોટો ફેંસલો સંભળાવ્યો હતો. જેમાં તેમણે કહ્યું કે, બાળકોને લઈ આ પ્રકારની અશ્લીલ કન્ટેન્ટ બતાવવી, પબ્લિશ કરવી કે ડાઉનલોડ કરવી ગુનો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button