‘ગંદી બાત’ કેસમાં એકતા કપૂરની પોલીસે કરી પૂછપરછઃ પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધાયો

મુંબઈઃ મુંબઈ પોલીસે આજે ‘ગંદી બાત’ કેસમાં નિર્માતા એકતા કપૂર અને તેની માતા શોભા કપૂરની પૂછપરછ કરી હતી. અલ્ટ બાલાજીની વેબ સિરીઝ ‘ગંદી બાત’ના એક એપિસોડમાં સગીર છોકરીઓ સાથે અશ્લીલ હરકતો કરવા બદલ મા-દીકરીની પર પોક્સો એક્ટ હેઠળ આરોપ મૂકવામાં આવ્યો હતો.
મુંબઈ પોલીસે એકતા કપૂર, શોભા કપૂર અને અલ્ટ બાલાજી ફર્મ વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરી હતી. નિર્માતાઓને ૨૨ ઓક્ટોબરના રોજ પૂછપરછના પ્રથમ રાઉન્ડ માટે બોલાવવામાં આવ્યા હતા અને તેમને ૨૪ ઓક્ટોબરના રોજ ફરીથી પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા, તેમ મુંબઈ પોલીસે કર્યું હતું.
એકતા કપૂર અને તેની માતા શોભા કપૂર વિરુદ્ધ ૨૦ ઓક્ટોબરે મુંબઈના એમએચબી પોલીસ સ્ટેશનમાં આઇપીસી, આઇટી એક્ટની કલમ ૨૯૫-એ અને પોક્સો એક્ટની કલમ ૧૩ અને ૧૫ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. જોકે, આ વિવાદાસ્પદ એપિસોડ હાલમાં આ એપ્લિકેશન પર બતાવવામાં નથી આવતો.
આ પણ વાંચો : એકતા કપૂર-શોભા કપૂર પર POCSO એક્ટ અંતર્ગત નોંધાયો કેસ, જાણો શું છે મામલો
ફરિયાદીએ પોતાની ફરિયાદમાં કહ્યું હતું કે બાલાજી ટેલિફિલ્મની વેબ સિરીઝ ‘ગંદી બાત’ની સિક્વલમાં નાના કલાકારો દ્વારા અશ્લીલ દ્રશ્યો રજૂ કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. તેનું કહેવું છે કે આ સિરીઝથી તેની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી છે.
દાખલ કરવામાં આવેલી એફઆઈઆરમાં કહેવામાં આવ્યું છે કે ૧૬ કે ૧૭ વર્ષની ઉંમરના ૧૧ મા અને ૧૨મા ધોરણના બાળકોના બોલ્ડ કન્ટેન્ટના નિર્માણ પર વાંધો ઉઠાવવામાં આવ્યો છે. જો કે, ફરિયાદીએ નોંધાવેલી ફરિયાદ ટેકનિકલ દ્રષ્ટિએ છે કારણ કે અભિનય કરતા કલાકારોની ઉંમર વધારે હોઈ શકે છે.
ફરિયાદીએ એવો પણ આક્ષેપ કર્યો છે કે તેઓએ કોઈ પણ પ્રકારનું ડિસ્ક્લેમર આપ્યા વિના સિગારેટ પીવાના અને દારૂ પીવાના દ્રશ્યો દર્શાવ્યા છે. હાલમાં, પોલીસે બાળ સંરક્ષણ અધિનિયમની કલમ ૧૩, સગીર બાળકોના જાતીય શોષણની કલમ ૧૫, માહિતી ટેકનોલોજી અધિનિયમ, ૨૦૦૦- ૬૭(એ), બીએનએસ ની કલમ ૨૯૫(એ) અને અન્ય કલમો હેઠળ કેસ નોંધ્યો છે.